________________
૧૧૬
જૈન દર્શન કર્મવાદ માન્યતા છે. પરંતુ જૈનદર્શનને માન્ય પુદગલની માન્યતામાં વિશેષતા એ છે કે તે બીજાઓની માફક પુદ્ગલ પરમાણુઓને ભિન્ન ભિન્ન પ્રકારે નહીં સ્વીકારતાં તે કહે. છે કે પ્રત્યેક પરમાણુમાં સ્પર્શ, રસ, ગંધ અને રૂપની. યેગ્યતા રહે જ છે. સ્પર્શના પરમાણું તે રૂપાદિના પરમા-- ગુથી ભિન્ન નથી. એવી રીતે રૂપનાં પરમાણુ સ્પર્શાદિના. પરમાણુઓથી અલગ નથી. પરમાણુ એક જ જાત છે. પૃથ્વીના પરમાણું, પાણીમાં પરિણત થઈ શકે છે. પાણીનાં. પરમાણુ અગ્નિમાં પરિણત થઈ શકે છે. પૃથ્વી–પાણી, અગ્નિ, એ વિગેરે મૌલિક તત્વ નથી. સ્કુલમાં ભણતા વિદ્યાથીઓ દ્વારા હાઈડ્રોજન અને એકસીજનના અણુઓને એકઠા કરી પાણી બનાવવાના અખતરાઓ અને હાલની સરકાર દ્વારા પાણીમાંથી પણ વીજળી ઉત્પન્ન કરવાનાં કાર્યો, એ. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તથા રેડિયે દ્વારા શબ્દ પણ પુદગલ હોવાની સાબિતિ આજે પ્રત્યક્ષ સિદ્ધ છે. આ રીતે જૈનદર્શનપ્રણિત તત્ત્વજ્ઞાનની વાસ્તવિક્તા અને સંપૂર્ણતાને ખ્યાલ આપણને આવી શકે છે.
સાધારણ રીતે તે જૈન દર્શનની માન્યતા બે તત્વની જ છે. (૧) જીવ અને (ર) અજીવ. અગર (૧) ચેતના અને (૨) જડ
ઉપરોક્ત છ દ્રવ્ય (તત્વ) માંથી જીવ વિના પાંચે દ્રવ્યે અજીવ કહેવાય છે. સંસારની વિભિન્નતાના કારણમાં માત્ર એક “જડ”ને જ માનવાથી કે એલા આત્મ
-
-
-
-
-
-
-