________________
૧૧૮
જૈન દર્શનને કર્મવાદ જીવનની ભિન્ન ભિન્ન વૃત્તિને અનુસાર જીવની અવસ્થાઓ પણ ભિન્ન ભિન્ન પ્રકારે કેવી રીતે બની રહે છે, એને સ્પષ્ટ ખ્યાલ જૈન દર્શનમાંથી મળી રહે છે. એ અવસ્થાઓના આધારે તેના નવભેદ પણ જૈન દર્શનમાં કહ્યા છે. જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર–નિર્જરા –બંધ અને મેક્ષ; એ નવભેદોમાં અમુક અવસ્થા જીવની પિતાની જ છે, અમુક બન્નેની મિશ્રિત અવસ્થાઓ છે, અને અમુક અજીવની અવસ્થા છે. આ રીતે વિભિન્ન તની માન્યતા વિભિન્ન દષ્ટિકોણથી છે.
જે કે જૈનદર્શનની માન્યતાનુસાર મુખ્ય રૂપથી, જીવ અને અજીવ, અગર ચેતન અને જડ, એ બેજ તત્ત્વ છે. પરંતુ એ બને તના વિશ્લેષણ યા અવસ્થા વિશેષથી ભિન્ન ભિન્ન સંખ્યક તની રચના યા બંધ થઈ શકે છે.
જીવની દુઃખ પ્રાપ્ત અવસ્થાનું મુખ્ય કારણ પુદ્ગલ દ્રવ્ય હાઈ પુદૂગલ દ્રવ્યનું વિસ્તૃત વર્ણન, જૈન દર્શનમાં બતાવવામાં આવ્યું છે. પુદગલ દ્રવ્યનું સ્વરૂપ સમજી શકનાર જ જગતની વિચિત્રતાને ખ્યાલ પ્રાપ્ત કરી શકે છે.
જગતમાં જે કોઈ દશ્ય પદાર્થો છે, તે સર્વ અને શરીર શ્વાસોશ્વાસ, શબ્દ અને વિચાર, એ સર્વ, પુદગલ દ્રવ્યનું જ પરિણામ છે. જુદા જુદા સમયે વૈજ્ઞાનિકે જે આવિષ્કાર કરે છે, તે શરીર, શબ્દ અને વિચાર રૂપે પરિણિત પુદ્ગલેમાંથી જ કરે છે. અને જગતને આશ્ચર્ય મુગ્ધ બનાવે છે. પરંતુ શરીરાદિનું પરિણમન, શામાંથી થાય છે, તે વૈજ્ઞાનિક જાણી શકતા નથી. અમુક સંખ્યા પ્રમાણુ પરમાણુ સમુહ