________________
કામ
- કાકા
જ
ન
૬ ** * *
૫૬
જૈન દર્શનને કર્મવાદ તેમાં પદાર્થને કંઈપણ ભેદ માલુમ પડતે નહીં હોવાથી તેના ચાર પ્રકાર છે. (૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન (૩) અવધિદર્શન અને (૪) કેવલદર્શન.
સ્વભાવજ્ઞાનની માફક સ્વભાવદર્શન પણ પ્રત્યક્ષ અને પૂર્ણ હેાય છે, તેને કેવલદર્શન કહેવાય છે. તે કેઈપણ પ્રકારના આચ્છાદનરહિત હોવાથી, આત્માને સ્વાભાવિક ઉપગ છે. અને તે આત્માની સ્વભાવદશામાં જ પ્રકટે છે. શેષ ત્રણદર્શન ન્યુનાધિક પ્રમાણમાં કર્મથી આચ્છાદિત હોવાથી વિભાવિક છે. વિભાવિકદર્શન પ્રાપ્ત આત્માની દશા પણ વિભાવિકદશા છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન તે વિભાવિક દર્શન છે. - ચક્ષુદર્શન-ચક્ષુરિન્દ્રિયની સહાયથી વર્તતું નિરાકાર અને નિર્વિકલ્પક દર્શન તે ચક્ષુદન છે. - અચક્ષુદર્શનચક્ષુ સિવાયની શેષ ઈન્દ્રિય તથા મનની સહાયથી વર્તતાં દર્શન તે અચક્ષુદર્શન છે.
અવધિદર્શન-ઈન્દ્રિયની અપેક્ષા વિના સીધું આત્મ પ્રત્યક્ષ થતું દર્શન તે અવધિદર્શન છે. - ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ મતિજ્ઞાનની જ ભૂમિકામાં છે. પરંતુ તે બન્નેનાં નામ મતિદર્શન નહીં હોવાનું કારણ એ જ છે કે દર્શનમાં ચક્ષુ ઇન્દ્રિયનું મહત્વ -અધિક છે. ચક્ષુના મહત્વના કારણે એક ભેદ ચક્ષુના નામે અને બીજો ભેદ, શેષ ઈન્દ્રિય અને મનના હિસાબે અચક્ષુ