________________
જૈન દર્શનને કર્મવાદ જીવના ઔદારિકાદિ ચાર શરીરરૂપે, શ્વાસેચ્છવાસરૂપે, મનરૂપે, ભાષારૂપે અને કર્મરૂપ શરીરના પરિણમનમાં યોગ્યતા ધરાવતી વર્ગણાઓને ગ્રહણ યોગ્ય અને અન્યને અગ્રહણ
ગ્ય વર્ગણા તરીકે જૈનશાસ્ત્રમાં વર્ણવેલી છે. વિવિધ સ્વરૂપે રહેલ વર્ગણાઓની ભિન્નત્તા, વર્ગણાઓમાં રહેલા પ્રદેશ સમુહની સંખ્યાને જ અનુલક્ષીને છે. કઈ વર્ગણું કેટલી સંખ્યા પ્રમાણ પરમાગુયુક્ત સ્કંધેવાળી છે, તે અહીં વિચારીએ.
આ જગતમાં પુદગલનું અસ્તિત્વ બે રીતે છે. પરમાણુ સ્વરૂપે અને સ્કંધ સ્વરૂપે. જેના મહા સમર્થ શાનિની બુદ્ધિથી પણ બે ભાગ થઈ ન શકે તેવા નિવિભાજ્ય (બારીકમાં બારીક) ભાગરૂપે સ્થિત પુદ્ગલ, તે પરમાણુની સંજ્ઞાથી ઓળખાય છે. બે પરમાણુરૂપે એકત્ર થઈ રહેલ પુદ્ગલને કયણુક કંધ, ત્રણ પરમાણુરૂપે એકત્ર થઈ રહેલા પુદ્ગલને ત્રયણુક સ્ક ધ કહેવાય છે. એ રીતે એક એક પરમાણુનીવૃદ્ધિએ સંખ્યાતાથુક સ્ક, અસંખ્યાતાણુક
ધે અને અનંતાણુક સ્કંધરૂપે પણ પુગલે રહેતાં હોય છે. એક સ્કંધમાં જથ્થારૂપે રહેલ પ્રત્યેક પરમાણુનું અસ્તિત્વ સદાને માટે તેજ સ્કંધમાં રહેતું નથી. એક વિવક્ષિત સ્ક ધમાંથી એાછા અધિક પ્રમાણમાં અન્ય સ્કધમાં, અને અન્ય ધમાંથી ઓછા અધિક પ્રમાણમાં તે વિવક્ષિત રકધમાં તથા અન્યાન્ય સ્કંધમાં પરમાણુઓનું ગમનાગમન ચાલ્યા જ કરે છે. વળી છુટા રહેલ એક એક પરમાણુમાંથી ચણ કેટલાક છુટા પરમાણુઓ સ્કમાં જઈ મળે છે, અને