________________
પ્રકરણ ૩ જું મુગલવર્ગણુઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું
" કર્મ એ પ્રત્યેક સંસારીઆત્મા સાથે રહેવાવાળો એક વિજાતીય પદાર્થ છે, યા એક ભિન્ન દ્રવ્ય છે. એ ભિન્ન દ્રવ્ય તે પુદ્ગલ છે. તે રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ વાળો તથા જડ છે.
જ્યારે રાગદ્વેષાદિ વિકૃતિ દ્વારા આત્માના જ્ઞાનાદિ ગુણેને ઘાત કરવાનું અગર અન્ય સાંસારિક સંગે જીવને પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય તે જડ પુદ્ગલમાં ઉત્પન્ન થાય છે, ત્યારે જ તેને કર્મ કહેવાય છે. તે સામર્થ્ય દૂર થતાં જ તે પુદ્ગલે બીજા પર્યાય (અવસ્થા) ધારણ કરી લે છે. કર્મ– રૂપે પરિણમન થવાને યોગ્ય પુગલસ્કને આત્માની સાથે તે સંબંધ તે મન-વચન અને કાયાની ક્રિયાથી જ થાય છે. જડ પુદ્ગલેમાં અનેક શક્તિઓ છુપી રહેલી છે. તેની સંપૂર્ણ શક્તિઓને પત્તો લગાડે એ સામાન્ય માનવ અને વૈજ્ઞાનિકની પણ શક્તિ બહારની વાત છે. ફક્ત સર્વજ્ઞ ભગવતે જ તેને સંપૂર્ણપણે જાણી શકે છે