________________
૬૭.
આત્માની વિભાવ દશા ગુણસમુહને ગ્રહણ નહીં કરી શકવાથી પુદ્દગલ સ્કને ગ્રાહક થાય છે, અને પુદ્ગલ સ્કધોને સંગ્રહ કરે છે. પરપુદ્ગલના લાભથી, લાભપણું માને છે. શુભાશુભ પુગલેના દાનને દાન સમજે છે. શુભાશુભ પગલેના ભેગઉપભેગને જ ભેગ તથા ઉપલેગ સમજે છે. વિર્ય પણ બાલવીર્ય અર્થાત્ પુદ્ગલ ગ્રહણુ-બંધન પ્રમુખ આઠ કરણપણે પ્રવર્તે છે. આ પ્રમાણે અનાદિકાળથી જીવની સ્વશક્તિ તથા લબ્ધિની પ્રવૃત્તિ વિપરીત હોવાથી પરભાવ અર્થાત્ કર્મને વિસ્તાર પ્રાપ્ત કરે છે. આ કારણથી સંસાર એ છે થતું નથી. અને સંસારમાં ભ્રમણ કરતાં વિવિધ દુઃખસમુહને અનુભવે છે. આજ આત્માની વિભાવદશા છે.
જીવ અને પુદ્ગલ બને મિશ્ર હોવા છતાં પણ જીવ તે પુદ્ગલ બની જતું નથી, અને પુગલ તે જીવ બની જ નથી. માટે એક બીજાથી અલગ થઈ શકે છે. આત્મા જેટલા અંશે કર્મથી મુક્ત થાય છે, તેટલા અંશે તેની જ્ઞાનાદિ શક્તિ કામ કરી શકે છે.
આત્મા સાથે સંબંધિત કાર્મણવર્ગણાના પુદ્ગલેમાં વિવિધ સ્વભાવ ઉત્પન્ન હોવાની દષ્ટિથી મુખ્યતઃ તેને આઠ વિભાગોમાં વિભક્ત કરી શકાય છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુ (૬) નામ (૭) નેત્ર અને (૮) અંતરાય. આમાં જ્ઞાનાવરણીય -દર્શનાવરણીય–મેહનીય અને અંતરાય, એ ચાર કર્મ, આત્માન ક્રમશઃ અનંતજ્ઞાન, અનંતદર્શન અનંતચારિત્ર