________________ 18 હું આત્મા છું લકાગે જઈ સ્થિર થઈ જાય છે. ત્યાં પણ અલેકમાં ધર્માસ્તિકાય નથી માટે જ. જે ધર્માસ્તિકાય અલકમાં હેત તે સિદ્ધ ભગવંત શા માટે લાકારો રહે? અલેકમાં જ ન ચાલ્યા જાય ? પણ સિદ્ધ આત્માને પણ અલેકમાં જતાં રોકનાર ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને અલેકમાં અભાવ છે તે કારણ છે. ' તે અહીં ભલે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સિદ્ધાત્મા માટે પણ વ્યવહારથી કંઈક કરી શકે છે તેમ માનવું જ રહ્યું. હા, સિદ્ધ ભગવંતના આત્મદ્રવ્યમાં કશો જ ફેરફાર કરવાની ગ્યતા ધર્માસ્તિકાય વગેરેમાં નથી, છતાં તેની સહાય તે ખરી જ, વળી સિદ્ધ ભગવંતે સિદ્ધક્ષેત્રમાં જ્યાં રહ્યાં છે ત્યાં આકાશે તેમનાં આત્માને અવગાહના આપી છે. અહીં આપી છે કહીએ તે ઉપચારથી પણ સિદ્ધ ભગવંતના આત્મપ્રદેશેને આકાશ-પ્રદેશની અવગાહના તે જોઈએ જ છે. અન્યથા એ ક્યાં રહે ? લેકને એક પણ જીવ, સિદ્ધ કે સંસારી તથા પુદ્ગલ આકાશ પ્રદેશની અવગાહના વગર રહી શકે જ નહીં. ભલે સૂક્ષ્મ હોય કે સ્કૂલ હોય પણ આકાશમાં જ રહે. તે સિદ્ધ ભગવંતને પણ આકાશનું અવલંબન તે છે જ. એ પ્રજનપૂર્વક ન હોય. આકાશને ખબર નથી કે મારે સિદ્ધને અવગાહના આપવી છે. તેનું પોતાનું કઈ કર્તુત્વ નથી. છતાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધુ તે છે જ. - આમ એક-દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ ન કરી શકે. એ સિદ્ધાંત પણ એ જ કહે છે કે નિમિત-નૈમિત્તિક સંબંધ સિવાય, બીજું કશું કરવાની યોગ્યતા કેઈપણ દ્રવ્ય, બીજા દ્રવ્ય માટે ધરાવતું નથી. અનાયાસે નિમિત્ત -નૈમિત્તિક સંબંધ થઈ જાય છે. કર પડતો નથી. જયાં કરવું પડે છે. જાણી બુઝીને કરાય ત્યાં કત્વ ભાવ છે. હા, એ સાચું છે કે એક દ્રવ્ય હેતુપૂર્વક બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. વ્યવહારમાં આપણે જે માનતા હોઈએ છીએ કે મેં અમુકના માટે આ કર્યું કે તે કર્યું. તે ભ્રમ છે. ભૂલ છે. તું કેઈનું કાંઈ કરી શકે નહીં. તું ધારે ને કાંઈ થાય તેવું બને નહીં. તારું નિમિત્ત પામીને કંઈ બનવાનું હોય તે બની જાય. પણ તારી તાકાત નથી કે તું કંઈ કરી