________________ હું આત્મા છું પટને કર્તા છે. જેમ કેઈમાણસ Factory ચલાવતું હોય તો એ એમ કહે કે હું અમુક વસ્તુ બનાવું છું. બનાવે છે તેનું મશીન, પણ ભાઈની પ્રેરણાથી બનતું હોય તેથી તે કહે કે હું બનાવું છું. જે વ્યવહારથી કહેવાય છે. જગતને વ્યવહાર પણ આમ જ ચાલે છે. વળી શુદ્ધ વ્યવહાર નથી તે રાગ-દ્વેષને કર્તા છે. રાગાદિ ભાવે કર્મનું નિમિત્ત પામીને થતાં હોવા છતાં, આત્માની અશુદ્ધ દશામાંથી આવે છે. તેથી શાસ્ત્રએ તેને ચેતનરૂપ કહ્યાં છે. પણ વાસ્તવમાં તે જીવના ભાવ નથી. જીવનાં ભાવ હોત તે સિદ્ધમાં પણ હોત, પણ તેમ નથી. તેથી તે ઉપચારથી વ્યવહાર નયે જીવનાં ભાવ કહેવાય છે અને જીવ તેમાં પિતાનું કર્તવ માને છે, પણ જ્યારે જીવને સમજાય છે કે હું કર્મને કર્તા નથી, હેઈ શકું નહીં. ત્યારે તેને કર્મ પિતાથી ભિન્ન છે એ સમજાયા વગર રહે નહીં. કવિવર બનારસીદાસ નાટક સમયસારમાં કહે છે– જેસં રાજહંસકે બદનકે સપરસત, દાખથે પ્રગટ ન્યારી છીર ન્યારી નીર હૈ. તેસ સમકિતીકી સુદષ્ટિ મેં સહજ રૂ૫, ન્યારી જીવ ન્યારી કમ ન્યારી હી શરીર હૈ, જબ સુદધ ચેતન કૌ અનુભૌ અભ્યાસૈ તબ, ભાસ આપુ અચલ ન દૂજે ઓર સીર હૈ. પૂરવ કરમ ઉર આઈ કે દિખાઈ દેઈ, કરતા ન હોય તિહકો તમાસગીર હૈ.. જેમ રાજહંસની ચાંચની કળાથી દૂધ અને પાણી અલગ-અલગ થઈ જાય છે તેમ સમકિતી જીવની સુદષ્ટિમાં સહજ રૂપે જીવ, કર્મ અને શરીર ભિન્ન-ભિન્ન દેખાય છે. સમકિતી જીવને જ્યારે ચૈતન્યનાં અનુભવને અભ્યાસ વધતે ચાલે ત્યારે પિતે એક અચલ આત્મા છે. એ સિવાય બીજું કશું જ નથી એ દેખાય છે. પૂર્વ કર્મનાં ઉદય વર્તતા હોય ત્યારે પણ તે ઉંદયથી પોતે ભિન્ન હોય, તેમાં ભળી ન જાય, અને તેને શુદ્ધ પ્રતીતિ થાય કે આ કર્મને કે રાગાદિ ભાવેને ર્તા હું નથી પણ હું માત્ર તેને પ્રેક્ષક જ છું