________________ 14 હું આત્મા છું તે અનંત દેહ છોડી ને ન આવ્યું હોત. અનાદિકાળથી એક જ દેહ હોત પણ એમ બન્યું નથી. બનશે પણ નહીં તેથી જ અહીં સાધક શિષ્ય ને જ્યારે નિજ આત્માનું ભાન થયું ત્યારે એ સમજાયું કે વિનાશી ધર્મવાળે પદાર્થ તે હું નહીં. હું તેનાથી જુદો અવિનાશી નિત્ય દ્રવ્ય આત્મા છું. દેહ વિનાશી અને હું અવિનાશી છું એટલે જ મારું સ્વરૂપ દેહથી રહિત છે. અર્થાત્ હું દેહાતીત છું. મારી તે સિધ્ધ સાથે સ્વરૂપ એક્તા છે. જેવું સિદ્ધનું સ્વરૂપ દેહ રહિત માત્ર શુદ્ધ-નિત્ય-અવિનાશી આત્મા સ્વરૂપ છે. હું પણ તે જ છું. કશે જ ફરક નહીં. અત્યાર સુધીના બધાજ અનુભવે દેહાત્મબુદ્ધિથી કર્યા પણ તે બહિરંગ અનુભવે હતાં. મારું અંતરંગ સ્વરૂપ દેહાદિથી અત્યન્ત ભિન્ન છે અને એ મેં હવે અનુભવ્યું જે આત્મા દેહાતીત ન હેત તે જ્યારે જ્યારે મરણ થયું ત્યારે દેહને સાથે લઈને જ ગયે હેત. પણ એમ કદી બન્યું નથી. એક જન્મથી બીજા જન્મમાં જાય ત્યારે આત્મા એકાકી જાય છે. હા, સુક્ષ્મ શરીર રૂપ તૈજસ-કાશ્મણ શરીર તેની સાથે હેય છે. પણ એ જ્યાં સુધી જીવ, સંસારી છે ત્યાં સુધી જ સાથે રહે છે. પણ જ્યારે એ સર્વ કર્મથી મુક્ત થઈ જાય છે ત્યારે દેહાતીત થઈ માત્ર એકાકી જ સિદ્ધાલય સુધી પહોંચી જાય છે. શિષ્ય ને પિતાના આત્મામાં જ પિતાનું સ્વરૂપ સ્પષ્ટ થતું જાય છે. ગુરુદેવે કહેલ “આત્મા નિત્ય છે પદ પર ઊંડી વિચારણા કરતાં, ગહન ચિંતન કરતાં તેને પિતાનાં નિત્યત્વનું ભાન થયું અને નિત્ય એ આત્મા અજર, અમર, અવિનાશી અને દેહાતીત જ હોય તે તેણે અનુભવ્યું. શિષ્ય આત્મ અનુભવની દશામાં આગળ વધી રહ્યો છે. વિકસિત પરિણામધારા, આત્મશુદ્ધિ કરી રહી છે. હવે શિષ્ય આગળ શું અનુભવ કરે છે તે અવસરે