________________ ૬ક. અજર અમર અવિનાશી ને બંધુઓ ! દેહ અને આત્માને અનાદિ સંબંધ હોવા પછી પણ દેહ ક્યારેય આત્માને થયું નથી અને થવાનું નથી. એક ક્ષેત્રાવગાહી હોવા છતાં બંનેના સ્વભાવ-સ્વરૂપ જ ભિન્ન છે તે તે કઈ રીતે એક બીજાના થઈ શકે ! આત્મા અવિનાશી ચેતન દ્રવ્ય અને દેહ વિનાશી જડ દ્રવ્ય. પરસ્પર અત્યંત વિરોધી ધર્મ હવાનાં કારણે કદી એક બીજાનાં થાય નહીં. શિષ્યને આ સમજણ આવતાં જ અવિનાશી ધર્મવાન આત્માની પ્રતીતિ થઈ. જ્યારે જડ દ્રવ્ય વિનાશી ધર્મવાળા છે અને ચેતન માત્ર અવિનાશી છે. આવું સમજાઈ જાય ત્યારે જડને વિનાશ આર્તધ્યાનનું કારણ ન બને. પિતાની નિત્ય, અવિનાશીતા પર શ્રદ્ધા છે. જગતનાં ગમે તેટલા દ્રવ્ય ગમે તેટલીવાર નાશ પામે તેમાં આત્માનું કાંઈ બગડે નહીં. આત્માને એકવાર પણ વિનાશ થાય નહીં. હું તે સદા-અવિ- નાશી આત્મદ્રવ્ય છું આવી પ્રતીતિ નિરંતર વર્તે તેને દુઃખ શું ? વળી જીવને જ્યાં જેટલી વિનાશિતાને ખ્યાલ છે ત્યાં દુઃખ થતું નથી. વ્યાવહારિક જગતનાં પદાર્થોને વિચાર કરીએ તો આજે એક 25 રૂા. ને ફૂલને હાર લાવ્યા. તે કાલે કરમાઈ જાય અને તેને ફેંકી દો તે દુઃખ થતું નથી. પણ પાંચ રૂપિયાને માટીને એક નાને ઘડો લાવ્યા અને તે આઠ દિવસમાં ફૂટી ગયે તે દુઃખ થાય છે. આમ શા માટે ? આજનું ફૂલ કાલે કરમાઈ જ જાય એવી સચોટ શ્રદ્ધા જાણ્યેઅજાણે પણ મનમાં બેઠેલી છે અને માટીને ઘડો ફૂટવાના સ્વભાવવાળે હોવા છતાં 4-6 મહીના કે વર્ષ તે કામ આપે જ એવી માન્યતા છે. ભલે તેની કિંમત ઓછી હોય પણ એટલું કામ આપ્યા પછી નષ્ટ થાય તે વધે નહીં. આમ આપણે જે પદાર્થ સાથે જેવી માન્યતા જોડાણ હોય તે પ્રમાણે દુઃખાદિની અનુભૂતિ કરીએ છીએ. વ્યવહારમાં આવી સમજણ ધરાવનાર માનવ એ નથી સમજતો કે દેહ-વિનાશી જ હોય, તેનું પરિણમન એમ જ થાય. જે અવિનાશી હેત