Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન બાકીના થોડે થોડે કરું છું, રોજ રાત ને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવા મન થતું નથી. પણ આની ટીકા અર્થ જે આપે કરેલ તે ટીકા અર્થ મહેરબાની કરી જ્યાં હોય ત્યાંથી મોકલવા કપા કરશો.’૧
વળી, વિ.સં. ૧૯૫૩ના પોષ વદ ૧૦ ના પત્રમાં તેઓ શ્રીમદ્દ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિષે લખે છે –
દુહા ૧૩૪ મુખપાઠ કર્યા છે, અને વિચારતાં ઘણો આનંદ આવે છે. વળી પાંચ મહિના થયાં તાવ આવે છે. તે જો આત્મસિદ્ધિ ગ્રંથ આપે મોકલાવ્યો ન હોત તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતો. ગ્રંથ વાંચી આનંદ આવે છે. તેથી જીવું છું, પણ હવે આપ કૃપા કરી ટીકાઅર્થ મોકલવા લખો, તે જો હવે તરતમાં આવે તો આનંદ લેવાય, નહીતર પછી આંખે સૂઝે નહિ ત્યાં વાંચી શકાય નહિ. અને જ્યારે પોતાથી વંચાય નહિ ત્યારે બીજાના વાંચવાથી તેવો આનંદ આવે નહિ. માટે કૃપા કરી મોકલશો. ઘણું શું લખું. આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી કાંઈ પ્રશ્ન પૂછવું રહેતું નથી. સર્વ ખુલાસો એટલામાં થાય છે...
કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં અને તમારો માર્ગ કયો? તેને જવાબ દેવો એમ ધારું છું કે અમારો માર્ગ આત્મસિદ્ધિ મારગ છે.'
શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ઉપદેશેલા ત્રણ પ્રકારના સમકિત સમજાવતો પત્ર પણ લખ્યો છે. વળી, વિ.સં. ૧૯૫૩ની જેઠ સુદ ૮ ના દિવસે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ગ્રંથના સંક્ષિપ્ત અર્થનું પુસ્તક તથા કેટલાક ઉપદેશપત્રોની પ્રત પણ શ્રી સૌભાગ્યભાઈને મોકલી હતી. અહોરાત્ર પોતાના ઉપયોગને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં રમાડનાર, તેના બોધને ઘૂંટડે ઘૂંટડે પી જનાર અને તેના અક્ષરે અક્ષરને પચાવી લેનાર શ્રી સૌભાગ્યભાઈએ અપૂર્વ આત્મપરાક્રમથી “આત્મસિદ્ધિના માર્ગે ડગ ભર્યા, જેથી ભવાંત પૂર્વે આત્મા અને દેહને બેફાટ પ્રગટ જુદા સાક્ષાત્ અનુભવી તેઓ સાચા અર્થમાં ‘સુભાગ્ય’ બન્યા.
(૨) શ્રીમદે શ્રી લલ્લુજી મુનિને એકાંતમાં અવગાહન અર્થે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' મોકલ્યું હતું. પોતા ઉપર પડેલી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની છાપ દર્શાવતાં તેઓ વિ.સં. ૧૯૫૩માં શ્રીમ લખે છે –
હે પ્રભુ, આત્મ-સિદ્ધિશાસ્ત્રના બોધબીજ-પ્રાપ્તિકથન વિગેરે વાંચતાં મારું હૃદય ભરાઈ આવે છે. હે નાથ, અપૂર્વ વચન દર્શાવી, બોધબીજની અમૃતવાણીનું ૧- ‘તત્કાળ મોક્ષ', પૃ.૨૨૨ ૨- એજન, પૃ.૨૨૪-૨૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org