Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મસિદ્ધિ” સંબંધમાં તમારા બન્નેમાંથી કોઈએ આજ્ઞા ઉપરાંત વર્તવું યોગ્ય નથી.”૧
વિ.સં. ૧૯૫૩ના જેઠ માસમાં શ્રી સૌભાગ્યભાઈનો દેહવિલય થયા પછી તેમના પુત્રો - શ્રી ત્રંબકલાલે અને શ્રી મણિલાલે, ખેદના સમયે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પોતાને આશ્રયરૂપ લાગવાથી તે ગ્રંથ વિચારવા માટે શ્રીમદ્ની રજા માંગી હતી. પરંતુ તેમને શ્રીમદ્ તરફથી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વાંચવાની આજ્ઞા મળી ન હતી.
- શ્રી અંબાલાલભાઈ પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' અંગે ખૂબ સાવચેત રહેતા. શ્રીમદે કેટલાક મુમુક્ષુઓને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આપ્યું છે તેની જાણ થવાથી અન્ય મુમુક્ષુઓ પણ શ્રીમને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આપવા માટે વિનંતી કરતા. શ્રીમની આજ્ઞા મળે તો જ શ્રી અંબાલાલભાઈ બીજા મુમુક્ષુઓને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની નકલ તથા અમુક ગાથાઓ ઉપર શ્રીમદ્ભા લખેલા પત્રો મોકલી આપતા અને તે સિવાય બીજા કોઈની પાસે ન જાય એની પૂર્ણ તકેદારી રાખતા. તેઓ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' બાબત કેટલા સાવચેત રહેતા તેનું દર્શન તેમના વિ.સં. ૧૯૫૩ના વૈશાખ વદ ૫ ના શ્રીમદ્ ઉપરના પત્રમાં થાય છે –
અત્રેના સમાગમવાસી મુમુક્ષુઓને પ્રથમના ૪૨ શ્લોક અને પાછળના ઉપસંહારના શ્લોકો વંચાવવાની આજ્ઞા થયેલ તે પ્રમાણે વંચાવવા અત્રેના મુમુક્ષઓને કહેલ પણ તેમની તેવી દશા નહીં હોવાથી હાલ તો શ્રવણ કરવા કહેલ તેથી તે સિદ્ધિશાસ્ત્ર અત્રેના મુમુક્ષુઓને વંચાવેલ પણ નથી.'
આના ઉપરથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અધિકારી વર્ગ સંબંધી શ્રીમની ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૫૮-૫૫૯ (પત્રાંક-૭૨૧) ૨- શ્રી મગનભાઈ કાળુએ શ્રીમદુને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આપવા વિનંતી કરી હતી. વિ.સં. ૧૯૫૫ના મહા વદ ૧૦ ના તેમણે શ્રીમદુને લખેલા પત્રમાં તેઓ લખે છે કે –
“હે ભગવાન! સિદ્ધિશાસ્ત્રની તો મારા જેવા નિર્ભાગી પુરુષને પ્રાપ્તિ ક્યાંથી થાય? પણ હે દયાળ! હવે ઘણા મુમુક્ષજીવોને તે પરમ પવિત્ર કરનાર શાસ્ત્રની પ્રાપ્તિ થઈ છે એમ જાણી તેની પણ ઇચ્છા કરું છું. હે નાથ! તે ઇચ્છા પાર પડ્યેથી હું મને ધન્ય માનીશ. આપની પાસેથી આજ્ઞા થવામાં વિલંબ થાય તો પણ આ દીન કંગાળ દાસને કંઈ વિકલ્પો કરવા યોગ્ય નથી. કારણ હે દયાળ! આપ જે શાસન વર્તાવો છો તે સરળ જ છે. યોગ્યતાવાળા ભવ્ય જીવોનાં હિતને માટે બતાવો છો, તો હે ભગવાન! આ દીનને એમજ ધારવું છે તે દયાળુનાથ જેમ તારું હિત દેખશે તેમજ કરવા પરમ કૃપાદૃષ્ટિથી વર્તે છે. એવા ગુણ તે દયાળમાં સહજપણે રહ્યા છે.”
- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', બીજી આવૃત્તિ, પૃ.૧૦૦ ૩- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ’, બીજી આવૃત્તિ, પૃ.૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org