________________
૩૨
અમૃત-સમીપે લેવાની કામગીરી સોંપતા ગયા, તેમ જ પોતાના ગ્રંથ-સંશોધનના કામમાં પણ એમનો ઉપયોગ કરવા લાગ્યા. દલસુખભાઈની અર્થચિંતા પણ એ એમની પોતાની ચિંતા બની ગઈ.
બનારસ ગયા પછી થોડા જ વખતે, એ જ વર્ષની ઉનાળાની રજાઓમાં પ્રમાણમીમાંસા'ના સંશોધન માટે પંડિતજીને પાટણ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી પાસે જવાનું થયું. દલસુખભાઈ એમની સાથે જ હતા. સમતાના અને જ્ઞાનના સાગર સમા આ મુનિ-મહારાજો સાથે શ્રી દલસુખભાઈને નવો પરિચય થયો, જે કાયમને માટે ખૂબ લાભકારક બની રહ્યો.
જૈનચૅરના અધ્યાપક તરીકે પંડિતજીને યુનિવર્સિટી તરફથી માસિક દોઢસોનો પગાર મળતો. જરૂરિયાતની દૃષ્ટિએ એ રકમ ઓછી પડે એવી હતી. તેથી કોન્ફરન્સના શાણા સંચાલકોએ દર મહિને બીજા દોઢસો રૂપિયા ખાનગી રીતે પંડિતજીને આપવાનું નક્કી કર્યું. પંડિતજીએ થોડાક મહિના તો આ રકમ લીધી; પણ પછી, તેઓ ઓછામાં ઓછી જરૂરિયાતથી નિર્વાહ કરવાને ટેવાયેલ હોવાથી, એમને લાગ્યું કે એ રકમ વગર પણ ચાલી શકે એમ છે, એટલે એમણે એ રકમ લેવી બંધ કરી. પંડિતજીની આવી નિર્લોભ વૃત્તિથી દલસુખભાઈ ખૂબ પ્રભાવિત
થયા.
બનારસમાં દલસુખભાઈએ પંડિતજીના ગ્રંથસંશોધનમાં અસાધારણ સહાય કરી, તેમ જ સ્વતંત્ર ગ્રંથ-સંપાદન પણ કર્યું; ઉચ્ચ કોટિના વિદ્વાનોનો પણ એમને સત્સંગ થયો. આ રીતે વિદ્યાવૃદ્ધિમાં આગળ વધતાં-વધતાં સને ૧૯૪૪માં પંડિતજી નિવૃત્ત થયા ત્યારે એમને સ્થાને દલસુખભાઈ જૈનચેરના પ્રોફેસર બન્યા. તે વખતના ઉપકુલપતિ ડૉ. રાધાકૃષ્ણને દલસુખભાઈ જેવા યુવાન વિદ્વાનને સહર્ષ વધાવી લીધા. અધ્યાપક તરીકે તેઓ વિદ્યાર્થીઓના અને સંશોધક તરીકે વિદ્વાનોના ખૂબ પ્રીતિપાત્ર બન્યા. જાપાનના પ્રોફેસર અને બર્માના બૌદ્ધ ભિક્ષુએ પણ એમની વિદ્વત્તાનો લાભ લીધો; એટલું જ નહીં, એમના સૌજન્યસભર તલસ્પર્શી પાંડિત્યે વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અધિકારવૃદ્ધ પર પણ એક પ્રકારનું કામણ કર્યું : એ સૌ એમની પાસે વિના સંકોચે આવતા. વિદ્યાવૃદ્ધિ માટે દલસુખભાઈને પણ નાના બાળક પાસે ય જવામાં સંકોચ ન હતો. અને હવે તો માતા સરસ્વતીના આ લાડકવાયા ઉપર લક્ષ્મીદેવી પણ કૃપા વરસાવવા લાગ્યાં હતાં. અને છતાં દલસુખભાઈનું જીવન તો એવું ને એવું જ સાદું હતું; સાગર ક્યારેય ન છલકાય ! અમદાવાદમાં
શ્રી દલસુખભાઈ બનારસમાં હતા તે દરમ્યાન પૂજ્ય પુણ્યવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org