________________
વરુણની આજ્ઞાથી જગતને કમ્પિત કરવાવાળા પવનની સેના લઈ વરૂણના સામન્ત હેમંત ઋતુ આવી, સૂર્યના કીરણે ઓછા હોવાથી હીમગ્રસ્ત રાત્રીઓ મટી થવા લાગી. વારાણસીની રમણીઓના ભાલપ્રદેશ પર વિલાસ કરવાવાળા કેશપાશને કંપાવનાર હીમાલયને પવન ચારે તરફથી આવતા હતે. સધ્યા સમયે ઠંડીથી આ બનેલ “નન્દક, નામે માછીમાર” જાળ, લઈને ગંગા નદીથી ઘેર જઈ રહ્યો હતો, તે વખતે આતપનામાં લીન, ઉર્ધ્વમૂખ મુનિને જોયા, અને બેલી ઉઠયો, “આ ધન્ય છે કે આવું સુંદર તપ કરે છે.”
આ મહાત્મા મુનિના ચારિત્રથી હું આશ્ચર્ય અનુભવું છું, જંગમ તીર્થ જેવા આ મુનિના ચરણકમલથી પવિત્ર બનેલું આ ગંગાતીર્થ આજે જગતમાં યશસ્વિતાને પામે છે. હવે સધ્યા વખતે તે “દાંતની બન્ને પંક્તિઓ, ને વીણા વાદનનું શિક્ષણ આપવાવાળો પવન રાતમાં મુનિને કેટલી પીડા આપશે, હીમથી કમલની જેમ મુનિ એકદમ કરમાઈ જશે. મારી પાસે પણ ફક્ત એક જ કપડું બચેલું છે. તેનાથી કેવી રીતે હું મુનિને આચ્છાદિત કરું, હ, પણ! મારી પાસે જાળ છે, તેનાથી મુનિના શરીરને ઢાંકી દઉં જેથી કરીને મુનિની આખી રાત શાંતિથી પસાર થશે, ખૂબ હર્ષોલ્લાસિત બની માછીમારે પુણ્યતર વૃત્તિથી જાલ વડે મુનિના શરીરને ઢાંકી દીધું. સમાધિરૂપ લક્ષ્મીની અવિરત ઉપાસના કરવાવાળા મુનિને માટે રાતમાં “જાલ, ખૂબ જ ઉપયોગી બની, માછીમાર આનંદથી મુનિને હૃદયમાં