________________
લંગડા થાય છે. “દામનકે કઈ ભવમાં દયાનું પાલન કરી, થોડીક વિરાધના કરી હતી, વિરાધનાથી દુઃખી થયો અને જીવદયાનું પાલન કરવાથી કલ્યાણને ભાગી બન્યો. મેં વચમાં પૂછયું કે હે મુનિ ! આપે હમણાં કહ્યું તે “દામનક કેણ હસ્તે તે કૃપા કરીને જણાવે મારે તેનું ચરિત્ર જાણવું છે.
દામનકને પૂર્વભવ અને નન્દકની કથા
સાક્ષાત્ સરસ્વતીની રાજધાનીરૂપ મુનિશ્વર મુહપત્તિને ઉપયોગ આપી ‘દામનકીની કથા કહેવા લાગ્યા, કાશી દેશમાં સ્વર્ગ અને ઈંદ્રાપુરીની સમાન અતિ વિશાલ ક્ષેત્રવાળી નગરી છે. જેણએ જિનમંદિરના શિખરો ઉપર રહેવાવાળી દેદીપ્યમાન સૂવર્ણ કળશે તથા આકાશમાર્ગે વિહરતા વિદ્યાધરની ઈચ્છાને તૃપ્ત કરવા માટે ધજાઓ ફરકાવી હતી, પિતાના ગુણોથી સજજનેના સંસર્ગમાં નહી પણ માનસરોવરના સંસર્ગમાં હતી. વારાણસી નગરી આવા ઘણા ગુણેથી અલંકૃત અતિ અદ્દભુત હતી. જ્યાંના મન્દિરોમાં દરરોજ સધ્યા સમયે થતી આરતીના દીવાઓના કાજળ સમાન આકાશ શોભતું હતું.
જેની નજીકમાં પાપથી મુક્ત કરાવનારી, ગગન ગોખે પહોંચવા માટે ઉછળતા જલસમૂહથી ભરપુર ગંગા નદી શોભે છે, તેમાં યમરાજની સમાન અત્યન્ત કર ચિત્તવાલા, ઘણા માછીમારો દરરોજ આવીને માછલીઓને પકડે છે,