________________
પણ સર્પની પૂજા કરે છે. સર્પ ભિષણ હોવા છતાં પણ વિષ્ણુના મંત્રી તથા શંકરના આભૂષણ રૂપ છે. માટે સર્પ મારવા ગ્ય કેમ ગણાય? તને ધિક્કાર છે. રત્નથી પણ અમુલ્ય, પ્રાણીઓના પ્રાણની સાથે કુતુહલ દષ્ટિથી જુગાર, ખેલવાને તૈયાર થયે છે તે સાંભળ.
એક વખત આપણા ગામમાં જૈન સાધુ આવ્યા હતા, તેમાંથી મુખ્ય સાધુએ અવસરને ઉચિત ધર્મ સંભળાવ્યો, હે સૌમ્ય? સંસારમાં બધા જીવો સુખની ઈચ્છા રાખે છે, પણ મોક્ષ વિના સુખ નથી, કર્મ ક્ષય વિના મોક્ષ નથી, ધર્મ ધ્યાન અને શુકલધ્યાન દ્વારા જ કર્મ ક્ષય થાય છે. ધર્મનું મૂલ દયા છે. માટે સર્વ પ્રકારથી દયાનું પાલન કરવું જોઈએ, પરસ્પર વિરૂદ્ધ વચને બોલવાવાળા પાખંડીઓએ પણ દયાની બાબતમાં વિવાદ કર્યો નથી. અને કહ્યું છે કે ધર્મને શ્રવણ કરે, સાંભળીને હૃદયમાં ઉતારે, કે જેથી આપણું હાથે બીજાનું ખરાબ ન થાય, જે હીંસા કરે છે, અણગમતું બોલે છે, પારકાની નિન્દા કરે છે, તે મરેલા મડદાના ખોખા જેવા છે. જે મૂર્ખાઓ ઘટચક ન્યાયે કરી જીવની હીંસા કરે છે. તે લેકે દયાળુ હોવા છતાં, તેમનું અજ્ઞાન દોષિત છે. ઉત્તમ પુરૂષને દુર્લભ રાજ્ય લક્ષ્મીની પ્રાપ્તિથી પણ અધિક પ્રિય, પિતાના આત્મા કરતાં બીજાના આત્માઓની રક્ષા કરે છે. દુઃખની વાત છે કે નીચ માણસે તેને મારે છે. જીવહીંસા કરનારા બીજા ભવમાં કુરૂપ, ભાગ્યહીન, દુર્ભાગી, દુઃખી, પાંગળા, કઢીઆ,