________________
આહંત ઉપદેશને બરાબર ધારણ કરી, તેમજ તુચ્છ શસ્ત્ર વડે હણાયેલ બુદ્ધિવાળા અને દુખિત લેકેને જોઈને, પ્રાણુઓની અનુકંપાથી પ્રેરાઈ, આ સ્પષ્ટતાવાળું “તત્ત્વાથધિગમ નામનું શાસ્ત્ર વિહાર કરતાં કરતાં “કુસુમપુર” (પાટલીપુત્ર) નામના મહાનગરમાં રચ્યું. જે આ તત્ત્વાર્થશાસ્ત્રને જાણશે, અને તેમાં કહેલું આચરશે, તે મેક્ષનામક પરમાર્થને જલદી મેળવશે.” - આ પ્રશસ્તિમાં ઐતિહાસિક હકીકત સૂચવનાર મુખ્ય છ મુદ્દા છે. ૧. દીક્ષાગુરુ અને દીક્ષા...ગુનું નામ અને દીક્ષાગુરુની યોગ્યતા, ૨. વિદ્યાગુરુ અને વિદ્યામગુરુનું નામ, ૩. શેત્ર, પિતા અને માતાનું નામ, ૪. જન્મસ્થાનનું અને ગ્રંથરચના સ્થાનનું નામ, ૫. શાખા અને પદવીનું સૂચન, ૬. ગ્રંથકર્તા અને ગ્રંથનું નામ.
જે પ્રશસ્તિનો સાર ઉપર આવે છે, અને જે અત્યારે ભાષ્યના અંતમાં મળી આવે છે, તે પ્રશસ્તિ ઉમાસ્વાતિની પિતાની રચેલી નથી એમ માનવાને કશું જ કારણ નથી. ડે. હર્મન જેકેબી જેવા વિચારકે પણ એ પ્રશસ્તિને ઉમા
સ્વાતિની જ માને છે. તેથી એમાં જે હકીકત નેંધાયેલી છે, તેને જ યથાર્થ માની, તે ઉપરથી વાચક ઉમાસ્વાતિ વિષેની સાથે મળતું આવે છે.” જુઓ, “આર્કિયુલેજિકલ સર્વે ઓફ ઈડિયા રિપોર્ટ, વોલ્યુમ ૧૪, પૃ. ૧૪૭.
નાગરેત્પત્તિના નિબંધમાં ર. રા. માનશંકર નાગર શબ્દનો સંબંધ દર્શાવતાં અનેક નગર નામનાં ગામોને ઉલ્લેખ કરે છે, એટલે એ પણ વિચારની સામગ્રીમાં આવે છે. જુઓ, છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદને રિપોર્ટ.”
૧. જુઓ તત્વાર્થસૂત્રના તેમના જર્મન અનુવાદને ઉઘાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org