________________
ગુરુશિષ્યભાવ પરત્વે અગર તો ગોત્ર પરત્વે આટલી ભ્રમણા કેમ ચાલી હશે, એ એક આશ્ચર્યકારક કેયડે છે. પણ જ્યારે પૂર્વકાલીન સાંપ્રદાયિક વ્યામોહ અને ઐતિહાસિક દૃષ્ટિના અભાવ તરફ ધ્યાન જાય છે, ત્યારે એ કેયડે ઉકેલાઈ જાય છે. વાચક ઉમાસ્વાતિના ઈતિહાસ વિષે એમણે પોતે જ રચેલી નાનકડી શી પ્રશસ્તિ એ એક જ સાચું સાધન છે. તેમના નામની સાથે જોડાયેલી બીજી ઘણું હકીકતો બંને સંપ્રદાયની પરંપરામાં ચાલી આવે છે. પણ તે બધી હજી પરીક્ષણીય હોઈ તેમને અક્ષરશઃ વળગી રહી શકાય નહિ. તેમની એ ટૂંકી પ્રશસ્તિ અને તેને સાર આ પ્રમાણે છે:
"वाचकमुख्यस्य शिवश्रियः प्रकाशयससः प्रशिष्येण । शिष्येण घोषनन्दिक्षमणस्यैकादशाङ्गविदः ॥ १ ॥ वाचनया च महावाचकक्षमणमुण्डपादशिष्यस्य । शिष्येण वाचकाचार्यमूलनाम्नः प्रथितकीर्ते ः ॥ २ ॥ न्यग्रोधिकाप्रसूतेन विहरता पुरवरे कुसुमनाम्नि । कौभीषणिना स्वातितनयेन वात्सीसुतेनाय॑म् ॥ ३ ॥ अर्ह द्वचनं सम्यग्गुरुक्रमेणागतं समुपधार्य । दुःखातं च दुरागमविहतमति लोकमवलोक्य ॥ ४ ॥ इदमुच्चै गरवाचकेन सत्वानुकम्पया दृब्धम् । तत्त्वार्थाधिगमाख्यं स्पष्टमुमास्वातिना शास्त्रम् ॥ ५ ॥ यस्तत्त्वाधिगमाख्यं ज्ञास्यति च करिष्यते तत्रोक्तम् । सोऽव्याबाधसुखाख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम्" ॥ ६ ॥
૧. જેમકે દિગંબરેમાં ગૃધ્રપિચ્છ, આદિ તથા શ્વેતાંબરમાં પાંચસે ગ્રંથ રચનાર આદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org