________________
છે
અત્યાર સુધીમાં જોવામાં આવ્યા છે, તે બધા જ દશમા– અગિયારમા સૈકા પછીના છેઅને તેમને જૂને વિશ્વસ્ત આધાર કાંઈ પણ દેખાતું નથી. ખાસ વિચારવા જેવી બાબત તો એ છે કે, પાંચમાથી નવમા સૈકા સુધીમાં થયેલા તત્ત્વાર્થસૂત્રના પ્રસિદ્ધ અને મહાન દિગંબરીય વ્યાખ્યાકારોએ પિતાપિતાની વ્યાખ્યામાં ક્યાંય પણ તત્ત્વાર્થસૂત્રને ઉમાસ્વાતિનું રચેલું સ્પષ્ટપણે કહ્યું નથી, અને એ ઉમાસ્વાતિને દિગંબરીય શ્વેતાંબરીય કે તટસ્થ તરીકે જણાવ્યા જ નથી. જો કે શ્વેતાંબરીય સાહિત્યમાં આઠમા સૈકાના ગ્રંથમાં તત્ત્વાર્થસૂત્ર વાચક ઉમાસ્વાતિરચિત હોવાના વિશ્વસ્ત ઉલ્લેખ મળે છે અને એ ગ્રંથકારની દૃષ્ટિમાં ઉમાસ્વાતિ શ્વેતાંબરીય હોય એમ લાગે છે, પણ સેળમા, સત્તરમા સૈકાની ધર્મસાગરની તપાગચ્છની પટ્ટાવલી બાદ કરીએ, તે કોઈ શ્વેતાંબરીય ગ્રંથ કે પટ્ટાવલી આદિમાં તત્વાર્થસૂત્રપ્રણેતા વાચક ઉમાસ્વાતિ, શ્યામાચાર્યના ગુરુ છે એ નિર્દેશ સુદ્ધાં જણાતું નથી.
વાચક ઉમાસ્વાતિની પિતાની જ રચેલી પિતાના કુળ અને ગુરુની પરંપરાને દર્શાવતી જરા પણ સંદેહ વિનાની તત્ત્વાર્થસૂત્રની પ્રશસ્તિ આજ સુધી કાયમ હોવા છતાં, તેમના
" तत्त्वार्थशास्त्रकर्तार गृध्रपिच्छोपलक्षितम् । वन्दे गणीन्द्रसंजातमुमास्वामिमुनीश्वरम् ।” ॥
આ અને આ મતલબનાં બીજાં ગદ્યપદ્ય દિગંબરીય અવતરણ કોઈ પણ વિશ્વસ્ત અને જૂના આધાર વિનાનાં છે, તેથી તેમને પણ છેવટના આધાર તરીકે મૂકી શકાય નહિ.
૧. વિશેષ ખુલાસા માટે જુઓ આ પરિચયને અંતે પુરવણી.” ૨. જુઓ આ “પરિચયમાં આગળ પા. ૨૦ ઉપર નેધ ન. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org