________________
૨
દેખાય છે કે, પ્રજ્ઞાપના સૂત્રના કર્તા શ્યામાચાર્યના ગુરુ હાસ્તિગોત્રીય “સ્વાતિ એ જ તત્વાર્થસૂત્રના પ્રણેતા ઉમાસ્વાતિ છે. આ બંને પ્રકારની માન્યતાઓ પ્રમાણભૂત આધાર વિનાની હાઈ, પાછળથી પ્રચલિત થયેલી જણાય છે, કારણ કે દશમા સૈકા પહેલાંના કેઈપણ વિશ્વસ્ત દિગંબરીય ગ્રંથ પટ્ટાવલી કે શિલાલેખ આદિમાં એ ઉલ્લેખ જોવામાં નથી આવ્યો કે જેમાં ઉમાસ્વાતિને તત્વાર્થસૂત્રના રચનાર કહ્યા હોય, અને તે જ ઉમાસ્વાતિને કુંદકુંદના શિષ્ય પણ કહ્યા હોય. આવી મતલબવાળા જે ઉલ્લેખ દિગંબર સાહિત્યમાં
बलिस्सहस्य शिष्यः स्वातिः , तत्त्वार्थादयो ग्रन्थास्तु तत्कृता एव संभाव्यन्ते । तच्छिष्यः श्यामाचार्यः प्रज्ञापनाकृत् श्रीवीरात् સત્યધિકાશતત્ર (૨૬) મા ” – ધર્મસાગરીય લિખિત “પટ્ટાવલિ
૧. શ્રવણ બેલ્ગોલના જે જે શિલાલેખેમાં ઉમાસ્વાતિને તત્વાર્થના રચયિતા અને કુંદકુંદના શિષ્ય કહ્યા છે, તે બધા જ શિલાલેખે અગિયારમા સૈકા પછીના છે. જુઓ “જૈનશિલાલેખ સંગ્રહ [ માણેક્લાલ પાનાચંદ ગ્રંથમાલા પ્રકાશિત) લેખ નં. ૪૦, ૪૨, ૪૩, ૪૭, ૫૦ અને ૧૦૮.
નંદિસંઘની પટ્ટાવલી” પણ બહુ જ અપૂર્ણ અને ઐતિહાસિક તથ્ય વિનાની હોઈ, તેના ઉપર પૂરે આધાર રાખી શકાય તેમ નથી. વળી તે બહુ પ્રાચીન પણ નથી, એમ પં૦ જુગલકિશેરજીએ પિતાની પરીક્ષામાં સિદ્ધ કર્યું છે. જુઓ સ્વામી “સમંતભદ્ર પૃ૦ ૧૧૪ થી. તેથી એ અને એના જેવી બીજી પઢાવલીઓમાં મળતા ઉલેખને પણ બીજા વિશ્વસ્ત પ્રમાણના આધાર સિવાય ઐતિહાસિક માની શકાય નહિ.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org