________________
પરિચય
૧. તત્વાર્થસૂત્રકાર ઉમાસ્વાતિ જન્મવંશ અને વિદ્યાવંશ એમ વંશ બે પ્રકારના છે. જ્યારે કેઈના જન્મનો ઇતિહાસ વિચારવાનું હોય છે, ત્યારે તેની સાથે લેહીને સંબંધ ધરાવતી તેના પિતા, પિતામહ, પ્રપિતામહ, પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર આદિ પરંપરાને વિચાર કરે પડે છે; અને જ્યારે કેઈ વિદ્યા-શાસ્ત્રનો ઈતિહાસ જાણવાનો હોય છે, ત્યારે તે શાસ્ત્રના રચનાર સાથે વિદ્યા સંબંધ ધરાવનાર ગુરુ, મગુરુ તથા શિષ્ય, પ્રશિષ્ય આદિ ગુરુશિષ્યભાવવાળી પરંપરાને વિચાર આવે છે.
૧. આ બે વશે આર્યપરંપરા અને આર્યસાહિત્યમાં હજારે વર્ષ થયાં જાણીતા છે. “જન્મવંશ” અર્થાત નિસંબંધ પ્રધાનપણે ગૃહસ્થાશ્રમસાપેક્ષ છે, અને વિદ્યાવંશ” અર્થાત્ વિદ્યાસંબંધ પ્રધાનપણે ગુરુપરંપરાસાપેક્ષ છે. આ બંને વશેને ઉલ્લેખ પાણિનીયવ્યાકરણસૂત્રમાં તે સ્પષ્ટ છે જ. “વિયોનિવિભ્યોડુત્ર” ૪, ૨, ૭૭પાણિનીયસૂત્ર. એટલે આવા બે વંશની સ્પષ્ટ કલ્પના પાણિનીયથી પણ બહુ જ જૂની છે.
ત. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org