________________
જેમના દીક્ષાગુરુ અગિયાર અંગના ધારક “ઘોષનદી” ક્ષમણ હતા, અને પ્રગુરુ અર્થાત ગુરુના ગુરુ વાચકમુખ્ય “શિવશ્રી હતા; વાચનાથી એટલે વિદ્યાગ્રહણની દૃષ્ટિએ જેમના ગુરુ
મૂલ”નામક વાચકાચાર્ય અને પ્રગુરુ મહાવાચક “મુંડપાદ” ક્ષમણ હતા; જેઓ ગેત્રે “કૌભીષણિ” હતા; જેઓ સ્વાતિ” પિતા અને “વાસી’ માતાના પુત્ર હતા; જેમને જન્મ
ન્યાયિકામાં થયો હત; જેઓ “ઉનાગર૧ શાખાના હતા, તે ઉમાસ્વાતિ વાચકે ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલ શ્રેષ્ઠ
૧. ઉજ્જૈનગર શાખાનું પ્રાપ્ત રજાનાર એવું નામ મળે છે. આ શાખા કઈ ગામ કે શહેરના નામ ઉપરથી પ્રસિદ્ધ થઈ હશે એમ તે ચોખ્ખું દેખાય છે. એ ગામ ક્યું નગર એ નક્કી કરવું કઠણ છે. હિંદુસ્તાનના અનેક ભાગોમાં નાગર નામનાં, કે જેને છેડે નગર નામ હોય એવા નામનાં અનેક શહેર અને ગામ છે. "વડનગર એ ગુજરાતનું જૂનું અને જાણીતું શહેર છે. વડનો અર્થ મેટું અને મોટું એટલે કદાચ ઊંચું એ પણ અર્થ થાય. વળી વડનગર એ નામ પણ કોઈ પૂર્વ દેશના તે અગર તેના જેવા નામના શહેર ઉપરથી ગૂજરાતમાં લેવામાં આવ્યું છે, એવી પણ વિદ્વાનેની કલ્પના છે. એટલે ઉચ્ચનાગર શાખાને વડનગર સાથે જ સંબંધ છે એમ ભાર દઈ કહી ન શકાય. ઉપરાંત જે કાળમાં ઉચ્ચનાગર શાખા ઉદ્ભવી, તે કાળમાં વડનગર હતું કે નહિ, અને હતું તે તેની સાથે જનેને સંબંધ કેટલે હતા, એ પણ વિચારવાની બાબત છે. ઉચ્ચનાગર શાખાનાં ઉદ્ભવસમયને જૈનાચાર્યોને મુખ્ય વિહાર ગંગા યમુના તરફ હેવાનાં પ્રમાણે મળે છે. તેથી વડનગર સાથે ઉચ્ચનાગર શાખાને સંબંધ હોવાની કલ્પના સબળ નથી રહેતી. કનિંગહામ આ વિષે લખે છે કે, “આ ભૌગેલિક નામ ઉત્તરપશ્ચિમ પ્રાંતના અત્યારના બુલંદ શહેરમાં આવેલા ઊંચાનગર નામના કિલ્લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org