________________
તત્ત્વાર્થ” એ ભારતીય દાર્શનિક વિદ્યાની જેમ શાખાનું એક શાસ્ત્ર છે, તેથી તેના ઈતિહાસમાં વિદ્યાવંશને ઇતિહાસ આવે છે. તત્ત્વાર્થ માં જે વિદ્યા તેના કર્તાએ સમાવી છે, તે તેમણે પૂર્વ ગુરુપરંપરાથી મેળવી છે અને તેને વિશેષ ઉપયોગી બનાવવાના હેતુથી પિતાની દૃષ્ટિ પ્રમાણે અમુક રૂપમાં ગોઠવી છે, તેમજ તેમણે એ વિદ્યાનું તત્ત્વાર્થ. શાસ્ત્રમાં જે સ્વરૂપ ગોઠવ્યું, તે જ સ્વરૂપ કાંઈ આગળ કાયમ નથી રહ્યું. તેના અભ્યાસીઓ અને તેના ટીકાકારોએ પિતાપિતાની શક્તિ પ્રમાણે પોતપોતાના સમયમાં ચાલતી વિચારધારાઓમાંથી કેટલુંક લઈએ વિદ્યામાં સુધારો, વધારે, પુરવણી અને વિકાસ કર્યો છે, તેથી પ્રસ્તુત પરિચયમાં તત્ત્વાર્થ અને તેના કર્તા ઉપરાંત તત્ત્વાર્થને વંશવેલારૂપે વિસ્તરેલી ટીકાઓ તેમજ તે ટીકાઓના કર્તાઓને પણ પરિચય કરાવવો પ્રાપ્ત થાય છે.
તત્વાર્થાધિગમશાસ્ત્રના પ્રણેતા જૈન સંપ્રદાયના બધા ફિરકાઓને પહેલેથી આજ સુધી એક સરખા માન્યા છે. દિગંબરે તેમને પિતાની શાખામાં થયેલા અને તાંબરો તેમને પોતાની શાખામાં થયેલા માનતા આવ્યા છે. દિગંબર પરંપરામાં એ “ઉમાસ્વામી” અને “ઉમાસ્વાતિ” એ નામથી જાણીતા છે, જ્યારે શ્વેતાંબર પરંપરામાં ફક્ત “ઉમાસ્વાતિ” એ નામ જાણીતું છે. બધા જ દિગંબરે અત્યારે એકમતે તત્ત્વાર્થશાસ્ત્રના પ્રણેતા ઉમાસ્વાતિને કુંદકુંદના શિષ્ય તરીકે માને છે; અને શ્વેતાંબરોમાં પણ થોડી ઘણી એવી સંભાવના ૧. જુઓ “સ્વામી સમતભદ્ર પૃ૦ ૧૪૪થી આગળ २. “आर्य महागिरेस्तु शिष्यौ बहुल-बलिस्सही यमलभ्रातरौ तत्र
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org