SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ છે અત્યાર સુધીમાં જોવામાં આવ્યા છે, તે બધા જ દશમા– અગિયારમા સૈકા પછીના છેઅને તેમને જૂને વિશ્વસ્ત આધાર કાંઈ પણ દેખાતું નથી. ખાસ વિચારવા જેવી બાબત તો એ છે કે, પાંચમાથી નવમા સૈકા સુધીમાં થયેલા તત્ત્વાર્થસૂત્રના પ્રસિદ્ધ અને મહાન દિગંબરીય વ્યાખ્યાકારોએ પિતાપિતાની વ્યાખ્યામાં ક્યાંય પણ તત્ત્વાર્થસૂત્રને ઉમાસ્વાતિનું રચેલું સ્પષ્ટપણે કહ્યું નથી, અને એ ઉમાસ્વાતિને દિગંબરીય શ્વેતાંબરીય કે તટસ્થ તરીકે જણાવ્યા જ નથી. જો કે શ્વેતાંબરીય સાહિત્યમાં આઠમા સૈકાના ગ્રંથમાં તત્ત્વાર્થસૂત્ર વાચક ઉમાસ્વાતિરચિત હોવાના વિશ્વસ્ત ઉલ્લેખ મળે છે અને એ ગ્રંથકારની દૃષ્ટિમાં ઉમાસ્વાતિ શ્વેતાંબરીય હોય એમ લાગે છે, પણ સેળમા, સત્તરમા સૈકાની ધર્મસાગરની તપાગચ્છની પટ્ટાવલી બાદ કરીએ, તે કોઈ શ્વેતાંબરીય ગ્રંથ કે પટ્ટાવલી આદિમાં તત્વાર્થસૂત્રપ્રણેતા વાચક ઉમાસ્વાતિ, શ્યામાચાર્યના ગુરુ છે એ નિર્દેશ સુદ્ધાં જણાતું નથી. વાચક ઉમાસ્વાતિની પિતાની જ રચેલી પિતાના કુળ અને ગુરુની પરંપરાને દર્શાવતી જરા પણ સંદેહ વિનાની તત્ત્વાર્થસૂત્રની પ્રશસ્તિ આજ સુધી કાયમ હોવા છતાં, તેમના " तत्त्वार्थशास्त्रकर्तार गृध्रपिच्छोपलक्षितम् । वन्दे गणीन्द्रसंजातमुमास्वामिमुनीश्वरम् ।” ॥ આ અને આ મતલબનાં બીજાં ગદ્યપદ્ય દિગંબરીય અવતરણ કોઈ પણ વિશ્વસ્ત અને જૂના આધાર વિનાનાં છે, તેથી તેમને પણ છેવટના આધાર તરીકે મૂકી શકાય નહિ. ૧. વિશેષ ખુલાસા માટે જુઓ આ પરિચયને અંતે પુરવણી.” ૨. જુઓ આ “પરિચયમાં આગળ પા. ૨૦ ઉપર નેધ ન. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy