________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
પસાર કરી, માતા, પિતા તથા કુટુંબની ચિંતા કરવાને માટે ચાલતા આનંદને ભવિષ્ય ઉપર અનુભવવાનો નિશ્ચય કરી મિત્ર સહિત ગિરનાર પરથી તે નીચે ઊતર્યો અને અનુક્રમે થડા દિવસમાં પાછો પિતાની જન્મભૂમિમાં આવી, માતા પિતાદિ કુટુંબને જઈ મળે.
ગિરનાર પર જવા પહેલાંની અને ત્યાંથી આવ્યા પછીની ધનપાળની સ્થિતિની તપાસ કરતાં તેમને મહાત્ તફાવત જણાવા લાગ્યા. વહાલી બહેનના વિયોગથી વિહવળ થયેલું મન મોટે ભાગે શાંત જણાતું હતું, વૈરાગ્યભાવના કે વિરકત દશા છે કે અધિક જણાતી હતી તથાપિ પહેલાં કરતાં અત્યારે તે જુદા જ પ્રકારની હતી છતાં વ્યવહારના પ્રસંગમાં આવી પડેલ કાર્ય શાંતતાથી કે સમભાવથી તે બજાબે જતો હતો. પોતાના પતિની શાંત સ્થિતિ દેખી ગિરનાર સંબંધી હકીકત જે પોતે લોકોના મુખેથી સાંભળી હતી તે કેટલે દરજજે સત્ય છે, તે જાણવા માટે ધનશ્રીએ એકાંતમાં પિતાના પતિ ધનપાળને પ્રશ્ન કર્યો.
સ્વામિનાથ ! પહેલાં પણ આપ અનેક વાર રેવતાચળ પર ગયા હતા, અને હમણાં પણ તેમનાથ પ્રભુના દર્શનાથે મિત્ર સહિત આપ ગયા હતા. મેં જે કાંઈ લોકોના મુખથી ગિરનારના સંબંધમાં સાંભળ્યું છે તે સંબંધી હું આપને કાંઈક પ્રશ્ન પૂછવા ધારું છું, તો તે સંબંધમાં આપે જે કાંઈ જોયું, સાંભળ્યું કે અનુભવ્યું હોય તે મને કૃપા કરી જણાવશે.
ધનપાળે ખુશી થઈ જણાવ્યું. પ્રિયે ! તારે જે કાંઈ પૂછવું હોય તે પૂછ, મને જે વાતને અનુભવ હશે તે હું જણવીશ,
ધનશ્રી–સ્વામિનાથ ! ગિરનારના રમણિક પણ સ્પર્શથી કઠોર કાંકરાવાળા પહાડના વિષમ શિખરો તરફ આવેલી કમળ શિલાઓ ઉપર અનેક મહામુનિઓ ધ્યાનસ્થપણે રહેલા છે ? ત્યાં આવેલા
For Private and Personal Use Only