________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) માનતો ધનપાળ મિત્ર સહિત મંદિરમાંથી “ આવસહિ” કહી બહાર આવ્યા.
- ધનપાળ જ્યારે મંદિરમાંથી પ્રભુની છેવટની સ્તુતિ કરી બહાર નીકળતું હતું, તે અવસરે એક સુંદર અપ્સરા (દેવાંગના કિન્નરી) તે મંદિરમાં દાખલ થઈ. તેણે પણ ઘણું ભક્તિભાવથી મધુર સ્વરે વાજીંત્ર સહિત પ્રભુની સ્તુતિ કરી. ધનપાળ પણ તે સાંભળવા માટે ત્યાં રોકાયે અને જ્યારે તે સ્તુતિ પૂર્ણ થઈ ત્યારે ધનપાળ મંદિરમાંથી બહાર આવ્યો. તે દેવાંગના પણ બહાર આવી, અને એક શાંત સ્થળે ઘણું લાંબા વખત સુધી ધનપાળની સાથે વાતચીત કરવામાં તે રોકાણી. પોતાને લાંબો ઈતિહાસ ધનપાળને જણાવી છેવટે ઘણી ખુશી થતી તે અપ્સરા આનંદથી તેનાથી જુદી પડી. દેવાંગનાના જવા પછી પણ ધનપાળ કેટલાક વખત સુધી તે પહાડ પર રોકાયે. શાંતિવાળા સ્થળો માં બેસી મિત્ર સહિત મહાત્મા પુરુષોના ગુણગ્રામ કરવા લાગ્યો. તેમના ઉત્તમ જીવનચરિત્રે સ્મૃતિમાં લાવતાં, તે મહાપુરુષના અદ્દભુત પુરુષાર્થ માટે તેને મહાન આશ્ચર્ય થયું. આનંદથી તેના અવયે પ્રફુલ્લિત થયાં. ગુણાનમેદનના આવેશમાં તેના નેત્રપુટમાંથી હર્ષાબુને (હર્ષના આંસુને) પ્રવાહ વહેવા લાગ્યા. આત્મવીર્ય પુરાયમાન થયું, આત્માનંદ અનુભવાય. અનિત્યાદિ ભાવનાઓનો વિચાર કરતાં કેવળ આત્મા એ જ સુખમય જણાય, સંસાર કેવળ દુઃખમય અનુભવાયો, કેમકે ઘણું જીવો આધિ, વ્યાધિ, ઉપાધિથી રીબાતા હોય તેમ દેખાયું. શાંતિને માટે આત્મજ્ઞાન અને સદ્વર્તન એ જ યોગ્ય જણાયાં. સંસારવાસથી વિરક્ત થઈ આવા શાંત અને નિર્જન પ્રદેશમાં જીવન ગાળવા તેનું મન લલચાયું. પણ પૂર્વ કર્મના ઉદય આગળ તેને આ અવસરે નમવું પડયું એટલે અમુક વખત સુધી પિતાના આ વિચારને મુલતવી રાખવો પડ્યો, છતાં તેને ઉત્સાહ પ્રબળ હતો. થોડા વખતની પણ નિઃસંગ અવસ્થામાં તેણે આભાને વિશેષ ઊજવળ કર્યો. ઉત્તમ આચાર, વિચારમાં કેટલોક વખત
૧
છે મન લલચાયું.
ને આ અવસર
સુધી છે
For Private and Personal Use Only