________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ બીજુ
રૈવતાચળને પહાડ અને સ્વાનુભવ सार सिद्धगिरेर्यदेव विदितं यन्नेमिनः स्वामिना, कंदर्पद्वीपदर्पमर्दनहरेवीरावदातास्पदम् । यनिःसंख्यमहर्षिकेवलरमासंयोगसङ्केतभूस्तीर्थश्रीगिरिनारनाम तदिदं दिष्ट्या नमस्कुर्महे ॥
સિદ્ધગિરિના સારભૂત, કંદર્પ હાથીના દર્યને મર્દન કરવામાં સિંહ તુય નેમનાથસ્વામિથી પ્રખ્યાતિ પામેલા, વીર પુરુષોના ઉજવળ ચરિત્રના સ્થાન સરખા અને અસંખ્ય મહર્ષિઓને કેવલ લક્ષ્મીના સંયોગના સંકેતિત સ્થાન સમાન, શ્રીમાન ગિરિનાર તીર્થને અમે આનંદથી નમસ્કાર કરીએ છીએ. . રૈવતાચળને પહાડ સૌરાષ્ટ્ર (સેરઠ) દેશના પરમભૂષણરૂપે છે. તેને લઇને જ સોરઠ દેશ વિશેષ પ્રખ્યાતિ પામેલો છે. પહાડની શોભા અલૌકિક છે. તેનાં ઊંચાં શિખરે ઊંચાઈમાં જાણે આકાશ સાથે સ્પર્ધા કરતાં હોય તેમ દેખાય છે. નાના પ્રકારની વનસ્પતિના સમુદાયથી પહાડ છતાં તે દૈવિક બગીચાની શોભા આપે છે. વૃક્ષોની ઘાટી,નિકુંજે અને સુંદર હરીયાળો પ્રદેશ દેખનારના નેત્રોને ઠંડક આપે છે. સરિતાના ધોધની માફક ઉચ્ચ પ્રદેશથી પડતા ઝરણાના પ્રવાહો નિજન પ્રદેશમાં પણ ખળખળાટ શ કરી રહ્યાં છે. ગિરનારની ચારે બાજુ નાની નાની પણ સુંદર પહાડની હાર આવી રહી છે. તેના મધ્યમાં થઇ ગિરનાર પર જવાનો રસ્તો હોવાથી, તે પહાડ એક -સુંદર પહાડી કિલ્લાથી ઘેરાયેલો હોય તેમ શોભા આપે છે. પહાડ
For Private and Personal Use Only