________________
મહામા કણાદ
૫૩ ક્ષમા કરે, તે હું કાંઈ નિવેદન કરવાની અપેક્ષા રાખું છું.
મહાત્માજી--કહે.
મહારાજઆપની પાસે એક લંગોટી સિવાય કાંઈ પણ દેખાતું નથી, તે પછી આ૫ કરતાં અધિક કંગાળ ક્યાં મળશે ?
મહાત્માજી-આપ જુઓ, એટલે કોઈ કંગાળ મળી રહેશે.
મહારાજા દિલગીર થઈ ઘર તરફ પાછા ફર્યા. આખો દિવસ એજ વિચારમાં પસાર કર્યો. રાતના અંતઃપુરમાં જઈ રાણીજીને સર્વ વૃતાંત કહ્યો. રાણીએ તે સાંભળ્યા પછી કહ્યું “ સ્વામિન્ ! આપે ઘણજ ભૂલ કરી છે. આપ દ્રવ્યાદિ સામાન લઈ એવા વિદ્વાન તત્ત્વજ્ઞાની મહાત્માને ભેટ કરવા ગયા તેના કરતાં તેમની સેવાસુશ્રુષાદ્વારા તેમને પ્રસન્ન કરીને તેમની પાસેથી કોઈ પણ બાબત (ધાર્મિક રાજા કેવાં આચરણથી મેક્ષ પામે, અને રૈયતને વધુ સુખ આપી શકે વગેરે) શીખવાની ઈચ્છા બતાવી હત, તો તેઓ જરૂર પ્રસન્ન થાત. અને આપણું તથા પ્રજાનું ભલું થાય એવું કંઈક કહેત. હજી પાછા જાઓ, અને પ્રસન્ન કરે. મહારાણીનું આ કથન સુણ મહારાજે એકલાજ ચાલવા માંડયું.
*
મહાત્માજીના આશ્રમે પહોંચ્યા ત્યારે મધ્યરાત્રિનો સમય થયા હતા. તેઓ નમ્રતાપૂર્વક બે કર જોડી, આશ્રમમાંના સમાધિસ્થ મહાત્માજીના ચરણે ઢળ્યા.
મહાત્માછ–“આપ કોણ છો?” મહારાજ–“તે દિવસવાળો આપનો અભાગી સેવક રાજા.” મહાત્મા–“આટલી બધી મોડી રાત્રે આવવાનું પ્રયોજન ?”
મહારાજ–(નમ્રતાપૂર્વક બે કર જોડી) દેવ! મારે અપરાધ ક્ષમા કરશે. મેં ભૂલથી આપ સમક્ષ દ્રવ્યાદિ સામગ્રી ધરી હતી. નાથ ! કૃપા કરો, અને મને કોઈ એ ઉપદેશ આપે, કે હું મારા રાજ્યના દીનાનાં પાલન તથા રક્ષણ ઉત્તમ રીતે કરી શકું.”
મહાત્મા–“રાજન ! પ્રથમ તો હું જ તમને પૂછું છું કે હું તમારી પાસે કોઈ વાર યાચવા આવ્યું નથી, અને તમે આટલી ઘેર રાત્રિએ મારી પાસે યાચવા આવ્યા છે, તો તમે કંગાળ છે કે હું ?”
મહારાજ (દંડવત પ્રણામ કરીને) “સ્વામિન! ક્ષમા કરો, હું જ ભિખારી છું.”
મહારાજનું નમ્ર વચન સાંભળી મહાત્માને દયાની લાગણી સ્કૂરી. અને ઘણું સ્નેહથી લોઢાનું સેનું બને એવો ઉપદેશ-બ્રહ્મવિદ્યારૂપી રસાયનને આપી દીધ–બતાવી દીધે. પ્રિય પાઠક!જોયું? આપણા ઋષિમુનિઓનું જીવન કેવું હતું ?
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat