________________
^
^
^
કોમી એકતા પાછળ ગણેશ શંકરનું આત્મસમર્પણ ૧૭ પર પણ હુમલો કરવામાં આવ્યું અને તે પણ એક કલાકમાં તેને થયેલી ઈજાના પરિણામે મરણ પામે.
શ્રી. વિદ્યાથીના શબને એક સળગતા ઘરમાં નાખવામાં આવ્યું હતું.
છેલા શબદો તેમને છેલ્લે સાથી જણાવે છે કે, તેમણે ટોળાને નમન કર્યું અને જણાવ્યું કે, “જે મારા લેહીથી એકતા સ્થપાતી હોય, તે તમે મને ખુશીથી મારી નાખી શકે છે.” આ પ્રમાણે જે સિદ્ધાંત શ્રી. વિદ્યાથીએ જાહેર રીતે પ્રજાને શીખવ્યા હતા, જે તેમણે પેપર અને વ્યાસપીઠ પરથી જનતાને શીખવ્યા હતા, તેજ સિદ્ધાંત તેમણે અમલમાં ઉતારી બતાવ્યા હતા.
તે દિવસે તેમણે કેટલીય વાર હિંદુઓને કહ્યું હતું કે, જે તમારે જોઈએ તે મારી જીંદગી લે, પણ એકતા સ્થાપે. તેજ શબ્દ તેમણે મુસ્લીમ બિરાદરને કહ્યા હતા. તેમને એ આદર્શ હતો, અને એ આદર્શ માટે તેમણે આત્મબલિદાન આપ્યું હતું.
શ્રી. વિદ્યાર્થી તેમની પછવાડે તેમનાં પત્ની, માતા, વડીલ ભાઈ અને ૬ બાળકે મૂકી ગયા છે. બાળકે બધાં નાનાં છે.
(તા. ૫-૪-૧૯૩૧ ના “પ્રજામિત્ર કેસરીમાંથી)
સમાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com