________________
उत्तम चरित्रोना फायदा
(અનુભવીએના ઉદગાર) “જીવનચરિત્ર એ એક પ્રકારનું દર્પણ છે. જેમ અરીસામાં મનુષ્ય પોતાની મુખાકૃતિમાં ખાંપણું જુએ છે, ત્યારે તે ખાંપણને કાઢી નાખવા અને કાંતિમાં વધારો કરવા માટે પ્રયત્ન કરે છે; તેમ ચરિત્રરૂપી આરસીવડે પિતાના સ્વભાવમાં વળગેલાં ભૂષણદૂષણ–ગુણદોષ વગેરે તેના જેવામાં આવે છે, અને તેમ થતાં દૂષણનો ક્ષય અને ભૂષણમાં વૃદ્ધિ કરવાને તે જાગ્રત થાય છે. વળી જે કામ ઉપદેશ અથવા બંધ કરવાથી નથી બનતું, તે કામ જીવનચરિત્ર સહેલાઈથી પાર પાડી શકે છે. અતિશ્રમ લઈ વિદ્યા ભણે, દેશાટન કરો, સ્વદેશહિતેચ્છુ થાઓ, પ્રેમૌર્ય દાખવે, એવા એવા ઉપદેશે મુખે અથવા પુસ્તકદ્વારા કરવાથી જેવી અને જેટલી અસર થાય છે, તેના કરતાં એવા ગુણોથી અંકિત થયેલાં અસામાન્ય માનવીઓનાં ચરિત્ર વાંચવા સમજવાથી ઘણી જ વધારે અસર થાય છે–અર્થાત અંતઃકરણમાં તેની આબાદ અને ઉંડી છાપ પડે છે, અને પછી તે દિવ્ય માનવી બનવાને ઉત્તેજિત થઈ આગળ વધે છે.”
“ચરિત્રના વાચનથી આપણું ચૈતન્ય સતેજ થાય છે, આપણી આશામાં જીવન આવે છે; આપણામાં નવું કૌવત, હિંમત અને શ્રદ્ધા આવે છે; આપણે આપણું ઉપર તેમજ બીજાઓ ઉપર શ્રદ્ધા રાખીએ છીએ; આપણામાં મહત્ત્વાકાંક્ષા જાગે છે; આપણે રૂડી કાર્યોમાં જોડાઈએ છીએ; અને મેટાઓનાં કામોમાં તેમની સાથે જોડાઈ ભાગીદાર થવાને ઉત્તેજઈએ છીએ. આ પ્રમાણે ઉત્તમ જીવનચરિત્ર - ના સહવાસમાં રહેવું. જીવવું અને તેમના દાખલાદષ્ટાંત જોઈને સ્કૃતિમાન થવું, એ તે તે ઉત્તમ આત્માઓના સમાગમમાં આવવા બરાબર અને ઉત્તમ મંડળના સહવાસમાં રહેવા બરાબર છે.”
ઉત્તમ ચરિત્રો તેના વાચકને બતાવી આપે છે કે, એક સામાન્ય મનુષ્ય પણ પોતાનું જીવન કેટલી હદસુધી ઉત્તમ બનાવી શકે તથા કેવાં ઉચ્ચ કાર્ય કરી શકે અને જગતમાં કેટલી બધી સારી અસર ફેલાવી શકે.”
મહાન સ્ત્રીપુરુષોનાં જીવનચરિત્રોનું ચિંતન કરાય છે, ત્યારે આ વાત બરાબર સમજી શકાય છે કે, મહત્તાને દરવાજે સર્વે કોઈ માટે ઉધાડે છે.”
આવું છે તેથી જ આ સંસ્થા તરફથી ઉત્તમ ચરિત્રો નીકળેલાં છે, જેની વિગત અન્યત્ર આપી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com