Book Title: Shubh Sangraha Part 07
Author(s): Akhandanand Bhikshu
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 636
________________ ૬૩ કોઈ પણ જાતિને ઉન્નતિને શિખરે ચઢાવવામાં ગીતાનો ઉપદેશ અદ્વિતીય છે.” વૈરન હેસ્ટિંગ્સ - “ગીતાગ્રંથ બુદ્ધિની પ્રખરતા, આચારની ઉત્કૃષ્ટતા અને ધાર્મિક ઉત્સાહનું અપૂર્વ મિશ્રણ રજુ કરે છે.” ડંક મેકનિકલ રાષ્ટ્રીય ધર્મગ્રંથ ગણવામાં જે જે નિયમે જરૂરી છે તે બધા ભગવદ્ગીતામાં મળે છે; એટલું જ નહિ પણ ભાવી વિશ્વધર્મનો એ એક સર્વોત્કૃષ્ટ ધર્મગ્રંથ છે.” એફ. ટી. બુકસ “બાઈબલને મેં યથાર્થ અભ્યાસ કર્યો છે. ૪ ૮ એમાં જે લખ્યું છે તે માત્ર ગીતાના સારરૂપે છે. * * જે જ્ઞાન ગીતામાં છે તે ઇસાઈ કે યહુદી બાઈબલમાં નથી. × ૪ મને આશ્ચર્ય થાય છે કે, ભારતીય નવયુવકે શા માટે અહીં યુરોપ સુધી વિજ્ઞાન શીખવા આવે છે ? નિ:સંદેહ એનું કારણ તેમને પાશ્ચાત્ય દેશ પ્રત્યેને મેહ છે. તેમનાં ભેળાં હદયેએ હજુ નિર્દય અને અવિનયી પશ્ચિમવાસીઓનાં હદય ઓળખ્યાં નથી. વિદેશી શિક્ષણથી મળતી ભપકાદાર પદવીઓની લાલચે તેઓ એ સ્વાથી એની ઈંદ્રજાળમાં ફસાય છે; પણ જે દેશ યા સમાજને ગુલામીમાંથી 2વું હોય તેને માટે તો એ માર્ગ અધોગતિનોજ છે. x x x ગીતા દુનિયાની અઢળક સંપત્તિ વડે પણ ખરીદી શકાય નહિ, એ ભારતવર્ષના અમૂલ્ય-અલૌકિક ખજાનો છે.” લંડનવાસી યહુદી એફ. એચ. મેલેમ “ગીતામાં એટલું ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેના લખનાર દેવતાને અગણિત વર્ષો થઈ જવા છતાં એ બીજે એક ગ્રંથ હજીસુધી લખાયા નથી. x x ગીતાની સાથે સરખાવતાં આખા જગતનું હાલનું બીજું બધું જ્ઞાન મને તુચ્છ લાગે છે. x x હું રોજ પ્રાત:કાળે મારા હૃદય અને બુદ્ધિને ગીતારૂપી પવિત્ર જળમાં સ્નાન કરાવું છું.” મહાત્મા થેરે સંસારના બધા ગ્રંથોમાંથી કયાંય પણ ભગવદ્દગીતા જેવા સૂક્ષ્મ અને ઉન્નત વિચારો મળતા નથી.” વિ૦ ફુ ટ “આ ગ્રંથ માત્ર હિંદુઓને જ નહિ પરંતુ સમસ્ત માનવજાતિને છે.” | મહેરબાબાજી “તે પુરુષ અને સ્ત્રી મહાભાગ્યશાળી છે કે જેમને આ સંસારના અંધકારથી ભરેલા સાંકડા માર્ગોમાં પ્રકાશ આપનાર આ નાનકડો પરંતુ અખૂટ તેલથી ભરેલો ધમપ્રદીપ પ્રાપ્ત થયો છે.” મદનમોહન માલવીયા એક વાર મારો અંતકાળ પાસે જણયો ત્યારે ગીતા મને બહુજ આશ્વાસનરૂપ થઈ હતી.” મહાત્મા ગાંધીજી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 634 635 636 637 638 639 640