Book Title: Shubh Sangraha Part 07
Author(s): Akhandanand Bhikshu
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 635
________________ गीता विषे जाणवा जेवा विचार | (સારાંશરૂપે) “ “ગીતા” એ ઉપનિષદો અને શાસ્ત્રોનું સત્ત્વ છે. x x ધર્મ પ્રચારનું ઉત્તમ સાધન છે. ૪ ૪ શક્તિને ખજાને છે. ૪ ૮ માત્ર એક મહાભારતમાંજ ગીતાને વિસ્તારથી સમજાવનારાં દૃષ્ટાંત મળી શકે છે.” ભાઈ પરમાનંદજી એ ગ્રંથ એટલો અમૂલ્ય અને આધ્યાત્મિક ભાવોથી ભરેલો છે કે, હું વખતોવખત પરમાત્માને એજ પ્રાર્થના કર્યા કરું છું કે, તે મારા ઉપર એવી દયા કરે અને શક્તિ આપે કે જેથી હું મૃત્યુપર્યત ગીતાનો સંદેશ એક સ્થાનથી બીજા સ્થાનમાં પહોંચાડી શકું.” સાધુ ટી. એલ. વસવાણી શ્રીકૃષ્ણના ઉપદેશમાં શાસ્ત્રકથિત લગભગ બધા ધાર્મિક વિષયોનું તત્વ આવી ગયું છે. તેની ભાષા એટલી ગંભીર અને ઉત્કૃષ્ટ છે કે જેથી તેનું “ભગવદ્ગીતા” અથવા “ઈશ્વરીય સંગીતના નામથી પ્રસિદ્ધ થવું યેગ્યજ છે.” કેટી. તૈલંગ આપણે આપણાં બાળકોને પ્રથમથી જ ગીતાને પાઠ કરવાની ટેવ પાડવી જોઈએ. આપણું નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ગીતા સિવાય બીજા કોઈ શિક્ષક કે માર્ગદર્શકની જરૂર નથી.” ટી. સી. કેશવાલુ પિલ્લે વ્યાસમુનિએ ગીતાશાસ્ત્ર આ રૂપે રચીને હિંદુઓને એક તંતુથી બાંધી દીધા છે. ગીતા તરફ આપણે પૂરતું ધ્યાન આપીએ તો આજથી જ સંસારમાંથી બધાં વેરઝેર નાશ પામે.” ભકતરામ શર્મા “ધર્મનાં ગૂઢ રહસ્યને થોડાક સરળ અને સુરસ શબ્દોમાં પ્રકટ કરવાની અપૂર્વ શક્તિ શ્રીગીતાજીમાં જ છે” લક્ષ્મણજી શાસ્ત્રી “તે ગૃહસ્થનાં કર્તવ્યોનું એક પૂર્ણ ધર્મશાસ્ત્ર છે.”ટી.વી.અર સંસારભરમાં ગીતા જે કઈ પણ ગ્રંથ નથી.” તિલક “ગીતાને ધર્મને સર્વોત્તમ ગ્રંથ. માનવાનું કારણ કે, તેમાં જ્ઞાન, કર્મ અને ભકિત, ત્રણેને એ યોગ્ય ન્યાય અપાય છે કે જેવું સામંજસ્ય બીજા કોઈ ગ્રંથમાં નથી! x x આ અપૂર્વ ધર્મ, આવું અપૂર્વ એજ્ય, કેવળ ગીતામાં જ દેખાય છે. આવી અદ્ભુત ધર્મવ્યાખ્યા કોઈ પણ દેશમાં કોઈ પણ કાળે કેઈએ કરી નથી.” સાહિત્યસમ્રાટું બંકિમ બાબુ “શ્રીમદભગવદ્દગીતા' એ ઉપનિષદુરૂપી બગીચાઓમાંથી વીણી કાઢેલાં આધ્યાત્મિક સત્યોરૂપી પુષ્પોથી ગુંથેલી એક અતિ સુંદર છડી કિંવા કલગી છે.” સ્વામી વિવેકાનંદ જે કોઈ ગીતાગ્રંથ બીજાઓને આપે તેણે લોકોને માટે મોક્ષસુખનું સદાવ્રત ખલેલું જાણવું. ૪ ૪ ગીતારૂપી માતા અને મનુષ્યરૂપી બાળકો છૂટાં પડેલાં ભટકે છે, તેમને મેળાપ કરાવી આપવો, એ તે સર્વ સજજનેને મુખ્ય ધર્મ છે.” શ્રી જ્ઞાનેશ્વર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 633 634 635 636 637 638 639 640