________________
તિ છે. પશુ આદિના જેવી ઇંદ્રિયતૃપ્તિ સિવાયનું બીજું કોઈ પણ એવું સુખ તમે નહિ બતાવી શકે કે જેનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં રહેલું ન હોય. x x x સાહિત્ય-ઉદ્યાનના ચતુર માળી થવાનું સુભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય અથવા જેનું મન સદેવ સાહિત્યસરોવરનાં કમળની મધુર સુગંધથી મસ્ત બનવા લાગ્યું હોય, તેને તે સાહિત્ય સિવાયનાં સ્વર્ગીય સુખ પણ તુચ્છ લાગે છે.”
- બંકિમચંદ્ર ગરીબોને દરિદ્રતામાંથી છોડવવાની, દુઃખીઓનાં દુઃખ દૂર કરવાની, શરીર તથા મનને થાક ઉતારવાની અને માંદાંઓનું દર્દ ભૂલાવી દેવાની ગ્રંથમાં જેટલી શક્તિ છે, તેટલી શક્તિ ઘણું કરીને બીજી કોઈ ચીજમાં નથી.”
મારડન સહવાસથી જેમ માણસના ગુણ અને પ્રકૃતિની પરીક્ષા થાય છે, તેમ જે પુસ્તકોનો જેને શેખ હોય તે ઉપરથી પણ તેને ઓળખી શકાય.”
એકાદ ઉત્તમ ગવૈયો ઈ છે ત્યારે પિતાના વાજીંત્રમાંથી ચહાય તે સ્વર કાઢી આનંદ લે છે, તેમ વાંચનાર પણ જ્યારે ઈ છે ત્યારે એકાદ ઉત્તમ ગ્રંથમાંથી પિતાને મનગમતો અવાજ કાઢી આનંદમગ્ન થઈ શકે છે.”
અવકાશની એકાદ ક્ષણને પણ ઉપયોગ કરી લેવા માટે ગ્લૅડસ્ટન જે પ્રતિભાશાળી પુરુષ પણ ગજવામાં સદાય એકાદ પુસ્તક લઈને ફરતો; તે આપણા જેવાઓએ તે વૃથા જતી કિમતી ક્ષણેને વાપરવા માટે શું ન કરવું જોઈએ ?
એક વિદ્વાન ઠીક જ કહે છે કે “વાંચવાની હોંશ છોડી દેવાના બદલામાં કેાઈ આખા હિંદુસ્તાનની સંપત્તિ આપે, તોપણ હું તેને છોડું નહિ.”
“પુસ્તક તરુણાવસ્થામાં સુમાર્ગ દેખાડે છે, વૃદ્ધાવસ્થામાં મનોરંજન કરે છે અને ઉદાસીને વખતે સમાધાન કરીને આપણું જીવન નકામું લાગવા દેતાં નથી. વળી તે ચિંતા તથા ક્રોધાદિને શાંત કરી નિરાશા પણ ટાળે છે.”
એક પાશ્ચાત્ય પંડિતને તો એટલે સુધી મત છે કે “માણસને લૂગડાંલત્તાની જેટલી જરૂર નથી, તેટલી પુસ્તકોની છે. તે પોતે પણ જરૂરનાં પુસ્તકે ખરીદી લેતાં સુધી લૂગડાં લેવાનું મુલતવી રાખત. * * તે વાંચતા ત્યારે ત્યારે હું વધારે સારે થયો છું' એમ તેને લાગતું.”
“ઉત્તમ ગ્રંથે, તેનું સેવન કરનારાઓમાં ધર્મ, નીતિ, ચાતુર્ય, પ્રતિભા, શૌર્ય, ધૈર્ય તથા પરોપકારવૃત્તિ વિસ્તારે છે; અને જેમ જેમ એ દૈવી ગુણોની સત્તા જામતી ચાલે છે, તેમ તેમ દુનિયાને પીડારૂપ આસુરી ભાવની જડ નાશ પામતી જાય છે.”
ગ્રંથોની ઓરડીમાં ગયા પછી તમે એને હાથ નહિ લગાડે તો એ ગ્રંથોજ માનસવાણુથી તમને કહેશે કે “અમારામાં પુષ્કળ જ્ઞાન ભર્યું છે તે લ્યો અને વાપરે, એટલે તમારું કલ્યણ થશે. શું આ માનસવાણી ઓછી કિંમતી છે ?”
સદગ્રંથવિનાનું ઘર મડદાની ઘોર જેવું છે.” ગ્રંથસંગ્રહરૂપી કલ્પવૃક્ષ પાસે જે માગશો તે મળશે.” “ઉત્તમ પુસ્તકે, એ વિચારોને અમૂલ્ય ભંડાર છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com