________________
ग्रंथसेवननो महिमा
(ઉત્તમ પુરુષોના ઉદ્દગાર) यस्यास्ति सद्ग्रन्थविमर्शभाग्यं, किं तस्य शुष्कैश्चपलाविनोदैः॥
અર્થાત્ જેનું ભાગ્ય સારા ગ્રંથ વાંચવાવિચારવા જેટલું ઉત્તમ હેય, તેના આગળ ચંચળ લક્ષ્મીના આ શુષ્ક વિનેદ શી ગણતરીમાં છે?
“તમે ગમે તેવી નવલકથાઓ અને બીજું જે આવ્યું તે વાંચવા મંડી પડે છે, પણ એવું તો તમે વાંચે તેમજ સારૂં. ગીતાછ વાંચો, વેદાંતનાં બીજાં પુસ્તકો વાંચે; કેમકે તેની આખા જીવન સુધી જરૂર છે.”
સ્વામી વિવેકાનંદ પુસ્તકોમાં હું ગુંથાયેલો રહી શકતો, તેથી મને બે માસ વધારે જેલ મળત તે પણ હું કાયર નહિ થાત; એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયોગી વધારે કરી શકવાથી હું ઉલટો વધારે સુખચેનામાં રહેત. હું માનું છું કે, જેને સારાં પુસ્તક વાંચવાને શેખ છે, તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઈથી વેઠી શકે. ૪ ૮ એક પછી બીજું, એમ પુસ્તકો વાંચતાં છેવટે તમે અંતર્વિચાર પણ કરી શકશો.”
મહાત્મા ગાંધીજી “જ્ઞાન એ આકાશ છે અને પુસ્તકે એ તેમાં શોભી રહેલા ચળકતા તારાઓ છે; જ્ઞાન એ સમુદ્ર છે અને પુસ્તકો તે એ સમુદ્રનો લાભ લઈ શકાય તેવાં વહાણે છે; જ્ઞાન એ સૂર્ય છે અને પુસ્તકે એ આપણા ઘરમાં આવી શકે એ તેનો પ્રકાશ છે; જ્ઞાન એ સેનાની ખાણ છે અને પુસ્તકો એ તેમાંથી બનાવેલા આપણને બંધબેસતા થાય તેવા દાગીના છે; જ્ઞાન એ મોટામાં મોટી કિંમતી નોટો છે અને પુસ્તકે એ આપણું રોજના ઉપયોગમાં આવી શકે એવા ચલણી સિક્કાઓ છે; જ્ઞાન એ વાયુ છે અને પુસ્તકો તે એ વાયુને ચલાવી ઠંડક આપનારા પંખા છે; જ્ઞાન એ અગ્નિ છે અને પુસ્તકો તે અગ્નિથી પ્રકટાવેલા દીવા છે; જ્ઞાન એ પૃથ્વી છે અને પુસ્તક એ આપણને રહેવાલાયક મકાને છે; જ્ઞાન એ અનાજનો ભંડાર છે અને પુસ્તકે એ તેમાંથી તૈયાર થયેલા રોટલા છે; જ્ઞાન એ મેઘ છે અને પુસ્તકો તે આપણા ઘરમાં રહી શકે તેવાં પાણભરેલાં માટલાં છે; અને જ્ઞાન એ સર્વશક્તિમાન પરમાત્મા છે તથા પુસ્તકે એ તે પરમાત્માનો રસ્તો દેખાડનારા પૂજનીય દે છે.”
“સ્વગનાં રત્નો “મને પુસ્તક વાંચવાથી જેવો આનંદ મળે છે તેવો આનંદ આ જગતમાં બીજા કોઈ પણ કામથી નથી મળતો. * * * માતૃભાષામાં વિવિધ જ્ઞાન આપનારા ગ્રંથને પ્રચાર થયા વિના કોઈ પણ પ્રજા ઉન્નતિ પામી શકતી નથી અને જાતીય ભાવના (સ્વદેશપ્રીતિ) પણ જાગી શકતી નથી. x x બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat