________________
કેમી એક્તા પાછળ ગણેશ શંકરનું આત્મસમપર્ણ ૬૧૫ બૂટ, શૂઝ, ચંપલ બને છે; કપડાં બનાવવાનાં કારખાનાં પણ છે. વૈજ્ઞાનિક પ્રયોગો માટેનાં સાધનો બનાવવાનું કારખાનું છે. ફાઉન્ટન પેને અહીં બને છે. ધાતુઓ પર ઢોળ ચઢાવવાનું કામ વીજળીથી થાય છે. વીજળીના પંખા અહીં બને છે, એટલું જ નહિ પણ ગ્રામોફોનનાં સાઉન્ડ બેંકસ પણ અહીં જ હવે પછી બનનાર છે.
આમ પિતાના ગુરુની છત્રછાયા નીચે સંપ્રદાયના અનુયાયીઓ સંગીન કાર્ય કરી રહ્યા છે.
આ અહેવાલ વાંચ્યા પછી હૃદયમાં અનેક ભાવનાઓ જાગ્રત થાય છે. દયાલબાગનાં નગરનાં મકાને, કલાભવન, ગૌશાળા અને ખેતરે તેમજ બાગમાંથી નીપજતી વસ્તુઓની ભારે પ્રશંસા થઈ છે, અને દયાલબાગના પ્રેક્ષકોએ તેમનાં મુક્તકંઠે વખાણ કર્યા છે. આ સુંદર કાર્ય દયાલબાગમાં થઈ શક્યું તેનું એક માત્ર કારણ તે તેમનું સંગઠન છે. ગુરુએ પિતાને મળતી ભેટ-પૂજાએ પણ દયાલબાગના કેઈ નવીન કાર્ય પાછળજ ખચી દે છે. રાધાસ્વામી સંપ્રદાયના સિદ્ધાંતોની સાથે મતભેદ હોય તેને પણ તેમના કાર્ય અને સંગઠનથી ખૂબ શીખવાનું છે. બીજું શું, “મનુષ્ય પ્રયત્ન ઈશ્વર કૃપા !”
(“પ્રચારક”ના એક અંકમાંથી)
१२९-कोमी एकता पाछळ गणेश शंकरर्नु
आत्मसमर्पण
કાનપુર, તા. ર-પ્રતાપ'ના પંડિત દેવવ્રત શાસ્ત્રી લખે છે કે, મને મળેલી હકીકત પ્રમાણે શ્રી. ગણેશ શંકર વિદ્યાર્થીને ૨૫ મી તારીખે મુસ્લીમ લત્તામાં સૂર્યાસ્ત પહેલાં અર્ધા કલાકે મારી નાખવામાં આવ્યા હતા. તેઓ ત્યાં કોઈ પણ પ્રકારના રક્ષણ સિવાય, તથા કોઈ પણ પ્રકારની સાવચેતીઓ લીધા સિવાય, ઉશ્કેરાયેલાં લેકેાનાં ટોળાંને શાંત પાડવા માટે ત્યાં ગયા હતા અને પહેલી જ વાર તેઓ પ્રેમ, કુનેહ અને આત્મભોગથી લોકોના રોષને દૂર કરવામાં નિષ્ફળ થયા.
વિગતો નીચે પ્રમાણે છે:–૨૪ મી તારીખે તેમને મળેલા દુઃખદ અનુભવ પછી તેમને લાગ્યું કે, પોલીસ તે બહુજ ઓછી મદદ કરે છે અને ત્રણ વર્ષ પહેલાં થયેલા કામી કલહ કરતાં આજે તેઓ વધુ ઉદાસીન છે. સત્તાવાળાઓની આ વખતની બદલાયેલી વર્તણુંક જોતાં આ પ્રસંગે કેમ કામ કરવું તે વિષે તેમની મુંઝ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat