________________
૩૧૬
શુભસંગ્રહું-ભાગ ૭ મા
કરીએ છીએ, કે જેની આવશ્યકતા સિદ્ધ નહિ કરી શકીએ; અને એવા અનાવશ્યક પરિગ્રહથી પડેાશીને ચેારી કરવાની લાલચમાં ફસાવીએ છીએ. અભ્યાસથી મનુષ્ય પેાતાની હાજતા ઘટાડી શકે છે, તે જેમ ઘટાડતા જાય છે તેમ તે સુખી, શાંત અને બધી રીતે આરેાગ્યવાન થાય છે.”
..
કેવળ સત્યની-આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. ભેગેચ્છાથી આપણે શરીરનું આવરણ ઉભું કર્યું છે ને તેને ટકાવી રાખીએ છીએ, ભેગેચ્છા અત્યંત ક્ષીણ થાય તેા શરીરની હાજત મટે; એટલે મનુષ્યને નવું શરીર ધારણ કરવાપણું ન રહે. આત્મા સર્વવ્યાપક હાઇ શરીરરૂપી પાંજરામાં કેમ પૂરાય ? એ પાંજરાને ટકાવવા સારૂ અનર્થાં કેમ કરે ? બીજાને કેમ હણે ? આમ વિચાર કરતાં આપણે આયંતિક ત્યાગને પહાંચીએ છીએ, અને શરીર છે ત્યાંલગી તેના ઉપયેાગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ. તે એટલે લગી કે, તેના ખરેા ખારાકજ સેવા થઈ પડે છે. તે ખાય છે, પીએ છે, સૂએ છે, બેસે છે, જાગે છે, ઉધે છે તે બધું સેવાનેજ અર્થે. આમાંથી ઉત્પન્ન થતું સુખ ખરૂં સુખ છે, ને આમ કરતાં મનુષ્ય છેવટે સત્યની ઝાંખી કરશે. આ દૃષ્ટિએ આપણે સૌ આપણા પરિગ્રહ વિચારી લઇએ.
આટલું યાદ રાખવા યેાગ્ય છે કે, જેમ વસ્તુને તેમ વિચારના પણ અપરિગ્રહ હાવા જોઇએ. જે મનુષ્ય પેાતાના મગજમાં નિરક જ્ઞાન ભરી મૂકે છે તે પરિગ્રહી છે. જે વિચાર આપણને ઈશ્વરથી વિમુખ રાખે અથવા ઈશ્વર પ્રતિ ન લઈ જતા હોય તે બધા પરિગ્રહમાં ખપે ને તેથી ત્યાજ્ય છે. આવી વ્યાખ્યા ભગવાને ૧૩ મા અધ્યાયમાં જ્ઞાનની આપી છે, તે આ પ્રસ ંગે વિચારી જવી ધટે છે. અમાનિત્વ ત્યાદિને ગણાવીને કહી દીધુ કે, તેની બહારનું જે બધુ તે અજ્ઞાન છે. આ ખરૂ વચન હાય-તે એ ખરૂં છેજ-તે આજે આપણે ઘણું જે જ્ઞાનને નામે સંગ્રહીએ છીએ તે અજ્ઞાનજ છે તે તેથી લાભને બદલે હાનિ થાય છે. મગજ ભમે છે, છેવટે ખાલી થાય છે, અસતેષ ફેલાય છે અને અનર્થો વધે છે. આમાંથી કાઈ મંદતાને તે। નહિજ ધટાવે. પ્રત્યેક ક્ષણુ પ્રવૃત્તિમય હાવી જોઇએ; પણ તે પ્રવૃત્તિ સાત્ત્વિક હાય, સત્ય તરફ લઇ જનારી હાય. જેણે સેવાધમ સ્વીકાર્યો છે, તે એક ક્ષણ પણ મંદ રહી શકેજ નહિ. અહીં તે। સારા નરસાના વિવેક શીખવાના છે, સેવાપરાયણને એ વિવક સહેજે પ્રાપ્ત છે.”
( તા. ૭–૯–૧૯૩૦ ના “નવજીવન”માંથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com