________________
પ્રેમાનંદ
૪૪૩ શીલતાને ઈશ્વરી અંશ માની રહ્યો છે.
પ્રેમાનંદમાં કવિતા લખવાની અગાધ શક્તિ હતી. દ્રૌપદીહરણ જે સાત દિવસમાં લખી શકે, તેનામાં નદીના ઘેધ જેવું ગાન ઉછળી રહ્યું હશે. જમાને સ્પર્ધાને હ; વાક્યાતુર્યને હતો. વડોદરાથી માંડી સુરત, નંદરબાર અને ઠેઠ ખાનદેશ સુધી કવિત્વની રેલ રેલવવી, એ સહજ વાત નથી. મુસલમાનના રાજદરબારે ફારસી બોલાતું, તે વખતે ગુજરાતી ભાષાનું ઘડતર થતું. નાના નાના દસ્તાવેજોથી માંડીને મેટા મોટા ખરીતા ફારસીમાં જમણી બાજુથી ડાબી બાજુ લખાતા. હિંદુઓની ધાર્મિક અને સામાજિક પડતીને કાળ બેસી ચૂક્યો હતે. સાંજ પડે મુલાં બાંગ પુકારે, જમેરાત માટે દિવસ લેખાતે.. જમાને “અબે તબેને ચાલતો. સદ્દભાગ્યે સિદ્ધરાજ જયસિંહના વખતથી પડેલા સંસકારો ગુજરાતમાં ટકી રહ્યા હતા. મુસલમાનોનો પૂરદમામ વેપારી એવા ગુજરાતમાં ચાલ્યો નથી. એ વખતે પ્રેમાનંદ ગુજરાતને વાલમીકિ છે. વિસરાતા સંસ્કૃત સાહિત્યને પિતાના મનોરથ પ્રમાણે ગુજરાતીમાં ઉતારી તેણે સંસ્કાર અને સંસ્કૃતિને જણેદ્ધાર કર્યો છે. તેનાં આખ્યાને અલંકારશાસ્ત્ર જેવાં હશે, છતાંય તે આપણું ઘડતર અને ચણતર જેવાં છે. સાહિત્યદર્પણના નિયમાનુસાર તેનાં કાવ્યો લખાયાં છે. છંદ, વ્યાકરણ કે પિંગળના ઘડાયેલા ચીલે જે કવિ લખે, તેને સ્વચ્છંદનો અવકાશ ન હોય. પ્રણાલિકા ભંગ ન કરવાને ઉદ્દેશ હતો.
પ્રેમાનંદના કાળે જગતનું દેવું જ સાહિત્ય ગુજરાતી સાહિત્યથી બહુ આગળ હતું. સંસ્કૃત સાહિત્યથી બધાંજ બહુ પાછળ હતાં. ઇંગ્લંડમાં શેકસપીઅરનાં નાટક લખાયે ભાગ્યેજ અર્ધી સદી થઈ હતી. તેમ તે રોમ અને ગ્રીક સાહિત્યમાંથી ખાં લઈને લખાયાં હતાં. લેટીન ત્યાં સંસ્કૃતની ગરજ સારતું. આર્ય સંસ્કૃતિ પાસે એંગ્લો સેકસન સંસ્કૃતિ પાણી ભરે એમ હતું. એ કાળે પ્રેમાનંદે ગુજરાતી વિદ્યાપીઠની ગરજ સારી છે. ગમતમાં પણ પ્રેમાનંદે સજેલા અને સજાવેલા સાહિત્યને ત્રાજવાના પલામાં મૂકી તોળીએ તો ભારે થઈ પડે.
સાહિત્ય મંદિરના ઘુમટ જેવો પ્રેમાનંદ છે. તેની કલ્પનાના ભણકારા આજે આપણા જીવનમાં પડે છે. ગંગાના પ્રવાહ જેવો તે કંઈક ઘુઘવતો ઘસડત, નિર્મળ કે મલિન થતો વહ્યો છે. મહાનદમાં પડતી નાની સરિતાની પેઠે કેટલાંય વહેણ એના ભેગાં વહ્યાં છે. સરોવર કરતાં સાગરનાં લક્ષણ તેનામાં વધારે છે. તે વાતા વાયુ જેવો નહિ પણ વાવાઝોડા જેવો છે, તેનો નહિ પણ તેજ છે, એ તારો નહિ પણ નક્ષત્ર છે.
| (ફેબ્રુઆરી-૧૯૩૧ ના સાહિત્યમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com