________________
૪૭૬
શુભસ ગ્રહ–ભાગ ૭ મા
પાણી એક કરી, માબાપના હજારે। રૂપીઆને ધૂમાડે। કરી, પહેલા– ખીજા વની પદવી મેળવેલાએ જ્યાં હાથ ધસતા કરે છે ત્યાં મારા જેવા છાપ (ડીગ્રી) વગરના માણસને ભાવ કાણુ પૂછે ! તેમાં વળી આ શનિની ગ્રહદશા ! અને આ ખરમેા ગુરુ ? પ્રલયકાળજ આવી લાગ્યા છે, બીજું શું ? એક દિવસ......
સીતા——આમ મુઝાએ માં. કાઇ જગ્યાએ કાંઇ નહિ અને તે આપણી પાસે એક સાધન છે, તેમાંથી ફક્ત જાડા પાતળા રાટલા તા મળશે પણ તે ખાત્રીપૂર્વક અને નિયમિત મળશે. મારા અન્નદાતા મને દગા નહિજ દે.
શાંતિલાલ—(ખુરશીપરથી એકદમ ઉઠીને) તારા અન્નદાતા ! અન્નદાતા ! ! શું કહે છે ? તારા અન્નદાતા ! ગાંડી તા નથી થઇને ? માં સામે તાકીને આમ હસી શું રહી છે ? ખરેખરજ તને ગાંડપણુ થયુ છે. ગુરુ ખારમા આવ્યા તેનાજ આ પ્રતાપ ! (પાછે એસે છે.)
સીતા—(હસીને) ખરેખર સાચું કહું છું. મારા અન્નદાતા મારી પાસેજ છે. તે મને કદી ભૂલનાર નથી. આ જુએ તે અહીં આંજ છે. (પલંગ નીચે વસ્ત્રથી ઢાંકેલા રેટીએ ખતાવે છે.)
શાંતિલાલ—આહ! પાછી આ પનેાતી ધરમાં? આટઆટલું કહ્યા હતાં ? સમજ્યા, મારેા રેાટલે ઢળવાનું કારણ હવે સમજ્યા. આ પને તીનાજ એ પ્રતાપ? ઢોલ વગાડી વગાડીને ના પાડી તેાય ક્રીને પાછા ઘરમાં આણ્યા ! એ ઇશ્વર ! શું આ તારે કાપ ! (સીતા તરફ્ જોઇને) પણ તેમાં તારેાયે શુ` દોષ? બુદ્ધિજ કરી ગઈ. આ બધા તે। શિનનેાજ પ્રતાપ ! ચેાથેા શનિ ! પછી પૂછવુંજ શું ? સાડસતી ભલી પણ ચેાથેા શિને તે તેખા ! (આમ મારે છે) જા, જા આ પનેાતી અહીંથી લઈ જા. ભાંગી તાડી તેના કડકા કર અને ખાળી દે તારા ચૂલામાં. ઉપાડ, ઉપાડ નહિ તે આ જો હુ જ......(રેંટિયા પર હાથ ઉગામે છેઃ સીતા આડી પડી શકે છે.)
તેમ આંટા
સીતા—હાં, હાં, દેવ! મારા સમ છે. અન્નદાતા પર આમ લાત ઉગામવાની? પ્રભુજીએ પ્રાપ્ત કરાવેલા આ અજેય હથિયારનુ આમ અપમાન કરવાનું? ના, ના, આવા દ્વેષની નજરે તેના તરફ ન જુએ. ઉગામેàા હાથ પાછે ખેંચે અને હાથ જોડી તેની કૃપા માગેા. ગરીબેને સુખપૂર્ણાંક અને સ્વતંત્ર રેટલા આપવાનુ સામ
એક તેમાંજ છે.
શાંતિલાલ—જા, ઉપાડ, તારા એ અન્નદાતાને અને નાખ ચૂલામાં. હવે પછી ફરીને કયારેય મારી નજર સામે લાવીશ નહિ. ઉપાડ ! ઉપાડ ! (સીતા રેંટિયા લઇ જાય છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com