________________
૫૦૪
શુભસંગ્રહ-ભાગ ૭ મા દરવાજે અને અમે પણ પિઠા દરવાજામાં. મોતીભાઈ ઉપર ગાળાને વરસાદ વરસ્યો-અમે તો એમને ત્યાંના ત્યાંજ મૂકીને રસ્તો માંગ્યો. મેતીભાઈ અને એક બીજા ભાઈ, બે જણ રહ્યા એકલા. વડીલેએ એમને લીધો ઉધડા. પેલા રાંપવાળા ભાઇને એ ક્રોધ ચઢ કે રોપ ઉગામીને તાડુક્યા કે અલ્યા “ચુંકણું એક વેણ હવે જે કાઢયું છે તે એક ઘા -ને બે કટકા કરી નાખીશ. મોતીભાઈ અડગ રહ્યા. એના મુખની એક પણ રેખા ન બદલાઈ. એ બોલ્યાઃ–તમારે કરવું હોય તે ભલે કરજો. તમારા છોકરા મારી સાથે આવશે ત્યાં સુધી હું તેમને અટકાવનાર નથી. પેલા ભાઈ આ સાંભળીને વધુ ક્રોધિત થઈને ધા કરવા જતા હતા ત્યાં પાછળથી અન્ય લોકોએ એને હાથ થોભી લીધું અને ટોળું વીખરાયું.
આ પ્રસંગથી અમને વધુ બળ મળ્યું. મેંતીભાઈની ખરી કસોટી થઈ ગઈ. એની આસપાસ જુવાનિયાનું જૂથ વધુ જાણ્યું, અને નવાણ ગાળવાનું અમારું કામ ચાલુ રહ્યું. ત્યાર પછી તો માળાદના મારગને કુ અને ફાટસરને કૂવો એમ બે કૂવા અમે ગાળ્યા. કેમ્પના રસ્તે નદીમાં બે ચાર સુંદર વીરડા ગાળ્યા. આ દરેક ઠેકાણે વટેમાર્ગુઓને તૃષા છીપાવતા જ્યારે અમે જેતા ત્યારે અમને એર આનંદ થતો.
સ્ત્રીઓની ઉન્નતિ–તેમની કેળવણું–કુરિવાજ-વિધવાની દશા વગેરેના વિચારો મતભાઈને આવ્યા. તે સાથે જ એ દિશામાં પણ ઉપરનાં કાર્યોની સાથોસાથ એમણે કેટલાંક કામો ઉપાડયાં. પુસ્તકાલયમાંથી સ્ત્રીઓને ખાસ ઉપયોગી પુસ્તકે અલગ કરી નવાં ખરીદી સ્ત્રી પુસ્તકાલય શરૂ કર્યું. કાલાં ટાણે વાચનવર્ગ ખેલ્યા. ખાસ સ્ત્રીઓ માટે પણ ફરતાં પુસ્તકાલય ક્ય, વિધવાઓને ઉદ્યમ મળે એટલા માટે મેજાં સીવવા, હાથરૂમાલ, ટેબલ કલોથ વગેરે બનાવવાનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો. આ ઉદ્યોગ માટે જરૂરી બધાં સાધનો એ લાવતા, બહેનોને આપતા અને સ્ત્રીઓ એમની દુકાનેથી ખૂબ કામ લઈ જતી અને દિવસના રોટલા જેટલું નીરાંતે કમાતી અને એને આશીર્વાદ આપતી. બહેનોને મોતીભાઈ પાસેથી કામ મળતું, એટલું જ નહિ પણ એ ઉપરાંત બીજું ઘણું મળતું. ભણેલી હોય તેને પુસ્તકો મળતાં, અભણને ભણું લેવાની પ્રેરણા મળતી. એ ઉપરાંત કાંઈ ને કાંઈ ઉપદેશ મળ્યેજ રહેતો–આથી ઘણી બહેનોનાં જીવન સુધરતાં. મોતીભાઈનો સ્વભાવજ એવો હતો કે તેના પરિચયમાં જે કોઈ આવે તેને તે ઘડીકમાં અસર કરતા. અને એક વખત એના પરિચયમાં આવેલ માણસ બીજી વખત એની પાસે આવ્યા વિના રહેતો નહિ.
મોલાકત (અલુણું વ્રત) આવે ત્યારે કાઠિયાવાડમાં છોકરીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com