________________
*--** **, * /vvvv//WWW
w
સંસ્કારહીન સંતતિના ઉત્પાદનને અટકાવવાની જરુર પ૭૧ વારસા વિષે જરા વિચાર કરીએ છીએ. આપણે સામાન્ય રીતે છોકરીનું શિક્ષણ અને ઘરકામમાં આવડત માટે પળભર વિચાર કરીએ છીએ, પણ આ લગ્ન માનવજાતિની દષ્ટિએ હિતકર છે કે કેમ તે વિષેનો વિચાર તો જરા પણ નથી કરતાં. આથી જાતિસુધારણાનું વિજ્ઞાન એમ શીખવવાની આશા રાખે છે કે, દેશની દષ્ટિએ તેમજ માનવજાતિના હિતની દૃષ્ટિએ આપણું શહેરીઓનું જાતીયત્વ એ બહુજ અગત્યની વસ્તુ છે. શહેરી એની ભાવી સંતતિ સારી હોય, એટલું જ નહિ પણ ઉચ્ચ સંસ્કારવાળી હોય તે વિષે સંભાળ રાખવી એ બહુજ અગત્યનું છે. | વનસ્પતિના જગતમાં સારી જાતનાં બીજ ઉગાડવા માટે માણસ કેટલો યત્ન કરે છે ! દાખલા તરીકે આંબો લઈએ. નાના ગેટલાવાળું તેમજ વિશાળ કદનું ફળ ઉપજાવવા માટે કરેલા વર્ષોના અખતરા પછી આજે આપણે એવા આંબાને ઉપજાવી શકવા સમર્થ થયાં છીએ કે જે આંબાને આવા નાના ગોટલાવાળી તેમજ વિશાળ કદવાળી કેરી આવે. આ પરિણામ લાવવા માટે આપણે શું શું કર્યું હતું? પ્રથમ તો મોટા ગોટલાવાળી કેરીઓ આપતા આંબાને સંહાર કરવું પડશે, તેમજ બીજ સારૂં બને તેટલા માટે વર્ષોવર્ષ સંભાળ લીધી હતી; તેમજ સારા આંબાનું બીજ જળવાઈ રહે તે દૃષ્ટિએ ખાસ સંભાળ લીધી હતી. અને આ ખાસ કાળજીપૂર્વક કરેલા યત્નને પરિણામે આજે આપણે વધારે રસવાળી કેરી મેળવવા શક્તિમાન બન્યા છીએ.
કૂતરાની જાતને ઈતિહાસ તેમજ પ્રાણીજગતમાં પણ માનવે સારી ઓલાદ ઉત્પન્ન કરવા તરફ પુષ્કળ લક્ષ આપ્યું છે. એ તો બધાજ જાણે છે કે, કૂતરાંઓ એક વખત જંગલમાં ભટકતાં શિયાળવા જેવાં હતાં. અત્યારે તેમનામાં સંસ્કારો દીસે છે તે એક પણ સંસ્કાર આ પહેલાંનાં કૂતરાંઓમાં ન હતા. તેઓ તે જંગલમાં ભટકતાં. તેઓ કદી પણ અનાજ નહાતાં ખાતાં; પણ આપણા પૂર્વકાલીન પૂર્વજોએ કેટલાંક જંગલી કૂતરાંઓને પકડ્યાં, તેમને પાળ્યાં અને તેમને માનવહિતમાં કામમાં આવે એવાં બનાવ્યાં. આમાંથી જે કેટલાંક નાસી ગયાં તે તે પાછાં જંગલી બની ગયાં; પણ જે પળાયાં તે સારાં બન્યાં. પણ અહીં પણ આપણું અભણ અને નિરક્ષર ગણુતા પૂર્વજો, જાતિસુધારણાના વિજ્ઞાન પ્રમાણે આ પ્રાણુઓની ઓલાદ પર લક્ષ આપતા. જે કૂતરાંઓ કઈ બાળકને કરડતાં કે બરાબર ન કેળવાતાં તેમને તરતજ મારી નાખતા. આમ પસંદગીની રીત પ્રમાણે કામ લેવાતું, અને કેળવાઈ શકે તેવાં જ કૂતરાંઓને ઉછેરવામાં આવતાં. કૂતરાંઓના આખા ઈતિહાસને તપાસીએ તો માલમ પડશે કે,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat