________________
પ૯૬
શુભસંગ્રહ-ભાગ ૭ મે
१२३-स्त्रीजीवन विषे स्वामी विवेकानंदनांवीस सूत्रो
(સંગ્રાહક- જયન્તીલાલ મંગળજી ઓઝા, બી. એ. બી. ટી.)
[આ યુગના એક સમર્થ પુરુષનાં વચનોમાંથી સ્ત્રીજીવનને લગતાં વીસ સૂત્ર સંગ્રાહકે “શારદા”ના દિવાળી અંકમાં રજૂ કરી સ્ત્રીશકિતનો સરસ ખ્યાલ આપે છે. તંત્રી “શારદા ]
૧-વિધવાવિવાહ અને નારીજાતિને લગતા પ્રશ્ન સંબંધી મને ફરી ફરીને પૂછવામાં આવે છે. હું છેવટને જવાબ આપું છું કે – શું હું વિધવા છું કે મને એ અર્થહીન પ્રશ્ન પૂછવામાં આવે છે? શું હું એક સ્ત્રી છું કે તેને લગતા પ્રશ્નો ઉકેલ મારી પાસેથી માગવામાં આવે છે?
૨-એ ખરું છે કે, તેમને (સ્ત્રી જાતિને) લગતી ઘણુ ગંભીર ગુંચ ઉકેલવાની છે, પણ એ દરેકનું નિરાકરણ “કેળવણું એ જાદુઈ શબ્દથી થઈ શકે એમ છે.
૩-સ્ત્રીજીવનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવાને તમને (પુરુષજાતિને) શે અધિકાર છે? શું તમે પરમેશ્વર છે કે દરેક વિધવા અને દરેક સ્ત્રી ઉપર હુકમ ચલાવવાની ધૃષ્ટતા કરો છો?
સ્ત્રી જાતિને જ એ પ્રશ્નની મીમાંસા કરવાની સત્તા છે. બસ કરો! તેઓ જ સ્ત્રીજીવનને લગતા પ્રશ્નને નિકાલ લાવશે.
૪–પહેલાં સ્ત્રીઓને કેળવણી આપે અને બધી દખલગીરીથી દૂર રહે; પછી પિતાને માટે કયા કયા સુધારા કરવા આવશ્યક છે એ તેઓ તમને કહેશે. તેમને લગતા વિષયમાં માથું મારવાને પરવાને તમને આપે છે કેણે?
પભારતવર્ષના અધિકાંશ સ્ત્રીસમાજના ખ્યાલમાં આવી શકે તેથી પણ વધારે સારી કેળવણી દરેક અમેરિકન સ્ત્રીને મળે છે. એજ જાતની પ્રથા આપણે ત્યાં પણ કેમ ચાલુ ન થઈ શકે? આપણે જરૂર એ દાખલ કરવી જોઈએ.
૬-અમેરિકનો નારીજાતિ સાથે ધાર્યા કરતાં પણ વધારે સારું વર્તન ચલાવે છે, અને તેથી જ તેઓ આટલા બધા સમૃદ્ધ, વિદ્વાન,
સ્વતંત્ર અને પ્રભાવશાળી છે. આપણે આવા નમાલા, દુઃખી અને નિસ્તેજ છીએ તેનું કારણ પણ ખુલ્લું જ છે.
9-સી કેળવણીનું પ્રથમ પગથીઉં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com