________________
૬૦૮
શુભસંગ્રહ-ભાગ ૭ મો “ ત્યારે છે શું? કહી નાખો ને.” વૃદ્ધાને આવેશ જેવા જેવો હતો.
- “ “વીલમાં ભૂલ નથી; પણ ભૂલી જતાં શીખવા’ની નમ્ર સલાહ સ્વીકારે ...છોરૂ કછોરૂ થાય, માબાપથી ન થવાય.”
“સમજી; એટલે તમે એવી સલાહ આપે છે કે, મને અને મારા દેશભાઇઓને બેવફા નિવડેલા એ કુલાંગાર દીકરાનેય વારસે મળે એવું મારે “વીલમાં લખવું ! !”
“હા; આપે એટલાં ઉદાર થવું. પુત્રવાત્સલ્ય...”
“જહન્નમાં પડે એવી ઉદારતા અને પુત્રવાલ્ય ! વકીલ સાહેબ ! માફ કરો, મને ન છેડતા. એ નામબળ એ મારું કુળ લજાવ્યું, મારી કૂખ લજાવી, સ્વમાન ગુમાવ્યું, સ્વતંત્રતા ગુમાવી અને માત્ર એક પેટને ખાતર સ્પેનસત્તાની ઘંટીનું પડ ગળે લટકાવ્યું. એણે માણસાઈ ગુમાવી, તે સ્વધર્મભ્રષ્ટ થયો અને હું મારો વારસો સંપીને એવા કાયર કલંદરને ઉત્તેજન દેનારી બનું ? ન બને મરણુતે ન બને.”
–અને વકીલના હાથમાંથી તેણે “વીલ ખેંચી લઈ, તળે પિતાની સહી કરી. વકીલ વિદાય થયો.
તે દક્ષિણ અમેરિકામાં આવેલા વેનેઝૂલા પ્રદેશની એક વયેવૃદ્ધ બાઈ હતી–ત્રણ ત્રણ પુત્રેની માતા હતી. તે વખતે પ્રસ્તુત પ્રદેશનો કેટલોક ભાગ સ્પેનને સ્વાધીન હતો. સત્તાને જેરે માણસાઈ ગુમાવી બેઠેલા પેનવાસીઓ, પિતાને આધીન પ્રદેશના લોક પર મનમાન્યો જુલમ ગુજારતા. પરિણામે પરાધીન પ્રજાના અંતરને આતશ એકાએક ધીકી ઉઠયો. તેમણે નિરધાર કીધે, કે સ્પેનસત્તાધારીઓને અહીંથી તેમનાં ગાંસડાં પોટલાં સાથે ભગાડી મૂકયેજ છૂટકે!
માટીલા--પેલી વૃદ્ધ વીરાંગના-ના ત્રણ પુત્રો સ્પેનસત્તાના હોદ્દાધારી હતા. પ્રજાલાગણીથી પ્રેરાઈને ત્રણ પૈકી મોટા પુત્ર હોદ્દાને હડસેલી મૂકયો છેક છોટા પુત્રે સ્પેનસત્તા સામે પ્રજાની પડખે રહી ક્રાન્તિ સળગાવી; વચ. પુત્રને સ્પેનના સુબાની સુબેદારી વહાલી લાગી અને તેણે સ્વદેશની, સ્વધર્મની, સ્વમાન અને સ્વતંત્રતાદેવીની ખફગી વહોરી.
વૃદ્ધાએ અવસ્થાને લઈ નિસ્તેજ થતી આંખોએ જોયું, કે પિતાનો છેક છોટો કનૈય, પેનસત્તાના ચક્ર તળે પીસાઈ રહ્યા છે– તે નરકાગાર જેવા કારાગૃહની ઘેર અંધારી કોટડી સેવી રહ્યા હતા એના હાથે પગે બેડીઓનાં બંધન હતાં.
આ જોઇને ધનિક માટલાનાં રૂવેરવાએઅક આવેશની જવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com