Book Title: Shubh Sangraha Part 07
Author(s): Akhandanand Bhikshu
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 620
________________ nonnnnnnnnnnn mannnnnnnnnnnnnnnnnnnn સ્વતંત્રતાને સૂર ૬૦૭ –અને ગેસ્ટાવાસ ? તેને કોપનહેગનના કાળમુખા કારાગૃહમાં વપર્યત રૂંધી રાખ્યો હતો. તે કારાગૃહ નહોતુંકસાઈવાડે હતો. ગેસ્ટાવાસના અંગેઅંગ લોહીનાં ચાઠાં ઉઘડયાં'તાં. તેના શરીરે હંટરનાં સોળ પડયાં'તાં. એની આંખમાં ઉંડા ખાડા પડયા. ભૂખે અને અસહ્ય વૈતરું વહોરવાને દુઃખે તેનાં હાડકાનું હાડપિંજર બની ગયું'તું; તથાપિ, તે બધા કરતાં એને અસહ્ય દુઃખ દમતું હતું સ્વદેશની પરાધીનતાનું. કઈ મંગલ મુહૂર્ત, તેના હાડપિંજરની ભીતર છુપાયેલા આત્માના અનર્ગળ બળે કારાગૃહની પલાદી દિવાલોને ભેદી નાખી અને સ્વતંત્ર સૂર્યનારાયણનાં ક્રાતિકિરણોમાં તેણે “હા...શ' કરીને સ્વતંત્રતાનો શ્વાસ લીધો. કારાગૃહના પાર્થિવ પિંજરેથી છૂટીને તે નરકેસરી ગયો ગિરિકંદરામાં. કલ્લોલતી કુદરતમાં તેણે સ્વતંત્રતાનું સંગીત સાંભળ્યું, કરતાં નિર્મળ ઝરણાં સ્વતંત્ર તંત્રે વહેતાં દીઠાં, પંખેરૂને સ્વતંત્રપણે વનવિહાર કરતાં જોયાં. ગેસ્ટાવાસે વનવેરાન વિંધી વિંધાને સ્વતંત્ર ત્રતાની સાચી ધગશ ધરાવનાર હમદર્દીઓનું જબર જૂથ જમાવ્યું, ગેસ્ટાવાસ તેમને નવેસર પાછો સરદાર બન્યા. સરદારની હાકલથી અને પરાધીનતાને પરિણામે બનેલા એના હાડપિંજરિયા દેહથી સ્વતંત્રતાની સિદ્ધિ ખાતર તેઓ મૃત્યુને શોભાવવા માટે સજજ થયા. દઢ નિશ્ચયના બુલંદ સૂરથી દિગંતને તેમણે ગજાવી મૂકીઃ ફરજ બજાવતાં ફના થઈશું.” –અને તેઓ ફના ન થયા-ફરજ બજાવતા સ્વતંત્રતાને વર્યા. એ સ્મરણુય સાલ પંદરસો તેવીસમી; જ્યારે નોર્વેનરેશને ગેસ્ટાવાસ સાથે સંધિ કરવાની ફરજ પડી અને ગેસ્ટાવાસ-સ્વીડિશ પ્રજાને એ હૃદયરાજવી–સ્વીડનને શાસક થયો. એના જીવનની વાલા હતી આવા ભાવની – “સ્વદેશની સેવા કરવી એ તેના લોકનો પિતાને હક છે.” દવનિ ૧૦ હવે લખી રહ્યા છે તે લા વીલ', સહી કરી આપું.” તેણે વકીલ પાસેથી “વીલ” લેવા હાથ લંબાવ્યો. વકીલ વિચારમગ્ન હતો, “વીલ હજુ તેના હાથમાં જ હતું. તેના મુખારવિંદ પર ગંભીરતા છવાયલી લાગતી, તે ઉદાર નજરે “વીલવાળી વૃદ્ધા સામે જોઈ રહ્યા. “ “વીલ'માં કાંઈ ભૂલ છે?” વકીલને વિચારમાં પડેલે જોઇને વૃદ્ધાએ પૂછ્યું. “ કાયદેસર કશીજ ભૂલ નથી ” વકીલે બોલાવાની હવે હિંમત કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640