________________
શુભસંગ્રહ-ભાગ ૭ મો અજ્ઞાનાંધકાર દૂર કરનાર હોવી જોઈએ. સ્વાર્થ ત્યાગનાં ઉચ્ચ સૂત્ર પ્રત્યે તેમનામાં ભક્તિભાવ જાગે એટલા વાસ્તે આપણી કન્યાઓની દષ્ટિ સન્મુખ આપણે આદર્શ ચરિત્રે ધરવાં જોઈએ. સીતા, સાવિત્રી, દમયંતી, લીલાવતી, ખન્ના અને મીરાંબાઈનાં ઉન્નત દષ્ટાંતે આપણે તેમનાં મન પર ઠસાવવાં જોઈએ અને આ આદર્શ અનુસાર ચારિત્ર્યનું સંગઠન કરવાને આપણે તેમને પ્રોત્સાહન આપવું જોઈએ.
૧૫-આ દેશના પુરુષવર્ગને કહેતે આવ્યો છું, તેજ આ દેશના સ્ત્રી સમાજને પણ હું કહીશ. ભારતવર્ષમાં અને સનાતન ધર્મમાં ઉંડી શ્રદ્ધા રાખે, આશાવાદી અને સશક્ત બને. સ્મરણ માં રાખે કે, હિંદુઓને બીજા પાસેથી ગ્રહણ કરવાનું ઘણું થોડું છે, અને બીજી પ્રજાઓને મુકાબલે આપવાનું ઘણું જ છે.
૧૬-ત્રીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યા પછી જ પુત્રીનાં લગ્ન કરવાં જોઈએ; તે પ્રમાણે કન્યાઓએ પણ અમુક વય સુધી બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ, અને માતપિતાએ તેમની કેળવણી માટે વ્યવસ્થા કરવી જોઈએ.
૧૭-આર્યાવર્તની સ્ત્રીઓએ સીતાજીને પગલે આગળ વધી વિકાસ સાધવે જોઈએ અને તે જ માત્ર એક રસ્તે છે.
૧૮–બીજી બાબતે સાથે તેઓએ શાર્ય અને તેજસ્વિતા મેળવવાં જોઈએ. આ યુગમાં વસંરક્ષણ કરવાનું શીખવું એ પણ તેમને માટે જરૂરનું છે.
૧૯–આપણું જોવામાં આવે છે કે, સીતાજીના આદેશથી વિરુદ્ધ દિશામાં જે આપણે સ્ત્રી જાતિને પશ્ચિમાત્ય રહેણી કરણીની શિક્ષા આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે તે તે તરતજ નિષ્ફળ જાય છે.
૨૦–તમે સ્ત્રી જાતિની સ્થિતિ સુધારી શકે એમ છે? તે તમારા કલ્યાણની આશા છે; નહિ તે પછી જે હાલતમાં સબડયા કરે છે તેમાંજ પડયા રહેશે.
(“શારદા”ના દિવાળી અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com