________________
પ૭૦
શુભસંગ્રહ-ભાગ ૭ મે ११२-संस्कारहीन संततिना उत्पादनने
__ अटकाववानी जरूर પાળેલા પ્રાણીઓની ઓલાદ સુધારવા મથતા માનવસમૂહની પોતાની સંતતિ તરફ બેદરકારી
પ્રાણુ માટે માનવ કાળજી જ્યારે ખેડુતની ગાય મરણ પામે છે ત્યારે તેના ઘરમાં કેટલી નિરાશા અને કેટલો શેક પ્રસરે છે ! પણ જ્યારે આ મરી ગયેલી ગાયની જગ્યાએ ખેડુત નવી ગાય લાવવા નીકળે છે ત્યારે તે કેટલી બધી કાળજી લે છે ? તે જુએ છે કે, ગાયની ઓલાદ સારી હેવી જોઈએ. તે વિચાર કરે છે કે, તેની ઉંમર જરા નાની હોવી જોઈએ. તે તેના દાંતની, દૂધ અને શારીરિક શક્તિની પરીક્ષા કરે છે. અને આટલું બધું કર્યા પછી પણ ગાય લેતા પહેલાં આ ગાય સારી ઓલાદની છે કે કેમ તે જુએ છે. પેલા ભરવાડે જ્યારે ગાયોનાં ટોળાં ચારે બાજુએ ચારતા હોય છે ત્યારે પણ તેમની ગાયો સારી ઓલાદ ઉત્પન્ન કરે તેને માટે કેટલી કાળજી રાખે છે ! તેમજ આપણે પણ આપણે કુતરો કદાચ મરી જાય તે સારી ઓલાદને કૂતરે મેળવવા માટે પહેલાં વિચાર નથી કરતા ?
વિચિત્રતા તે એ છે કે, સારાં કૂતરાં, સારા ઘડાઓ, સારા બળદ વગેરે કેમ ઉત્પન્ન કરી શકાય તેને માટે પુષ્કળ સાહિત્ય લખાયું છે. યુરોપમાં તો આ પ્રાણીમાત્રની જાતિને સુધારવા માટે ખાસ કોલેજો છે, અને તેના ખાસ અભ્યાસક્રમ ગોઠવાયા છે, તેને માટે ખાસ શાળાઓ સ્થપાઈ છે; એટલું જ નહિ, પણ નિર્જીવ જણાતાં ફળદાયી ઝાડાની જાતને પણ કેમ સુધારવી તે ઉપર તે અત્યારે પુસ્તકોનાં પુસ્તકો લખાયાં છે. પણ એ વિચિત્રતા છે કે, માનવજાતિ આ પ્રશ્ન પર બહુજ બેદરકાર છે. જો કે આપણું કંપાઉંડમાં આવેલા આંબાની જાતને કેમ સુધારવી તેના વિચાર થાય છે અને તેને માટે આપણે ખાસ સાહિત્ય વાંચીને યત્ન પણ કરીએ છીએ. જો કે આપણું ગાય વધારે દૂધ આપે એવી કેવી રીતે બનાવી શકાય તેને માટે વિચાર કરીએ છીએ, છતાં જ્યારે આપણે આપણું પુત્ર કે પુત્રીઓનાં લગ્ન ગોઠવીએ છીએ ત્યારે જાતિ સુધારણને પ્રશ્ન આપણી વિચારસૃષ્ટિથી બહુ વેગળો હોય છે.
બેકારીની પરિસીમા આપણે સામાન્ય રીતે છોકરાંનું ભણતર, અને તેને મળનાર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat