________________
vvvvvvvvvvv x = " જw w w w w w w x y vvvvv vvvv www x y - vvvv "
પ૭૮
શુભસંગ્રહ-ભાગ ૭ માં મગ, અડદ વગેરેની દાળ, શાકવચ, દૂધ, દહીં, ઘી, સાકર વગેરે સાવિક ચીજોની જરૂર છે; પણ તેની સાથે અતિ ગરમ મસાલાની જરૂર નથી. સાદા મસાલા વપરાવા જોઈએ. હળદર, મીઠું, ધાણાજીરું વગેરે સાદા મસાલાને ઉપયોગ કરવામાં આવે ત્યાં સુધી ઠીક છે; પણ અતિ મરચાં, ખટાશ, તેલ અને બીજા ગરમ મસાલા લેવા તે નુકસાન કરનાર છે. વળી વ્યસન જેવાં કે ચા, અતિપાન, સોપારી, તમાકુ, બીડી, દારૂ વગેરે નુકસાન કરનારાં છે. આવી નુકસાન કરનારી વસ્તુઓને તદ્દન છોડી દેવી જોઈએ. આગળના જમાનામાં આવી વસ્તુઓને ઉપયોગ બહુ જૂજ થતા હતા. એ જમાનામાં શરીર સારાં રહેતાં હતાં. હાલ પણ જ્યાં ખાનપાનની સંભાળ લેવાય છે ત્યાં તેમનાં શરીરબળ સારાં હોય છે. અતિ તીવ્ર અને ગરમ ખાનપાન લેવાથી તેમાંથી બનેલું લેાહી, માંસ, વીર્ય પણ ગરમ જ બને છે. આ પ્રકારની થયેલી ગરમીથી લોહી સુકાય છે, પાતળું પડી જાય છે અને નવું બનતું નથી. ધાતુવીર્ય પણ પાતળું બને છે અને નષ્ટ થાય છે. જેમ ઘીને તાપમાં મૂકવાથી પાતળું બને છે, તેમ શરીરમાં રહેલી ધાતુ ગરમીથી તપીને પાતળી થઈ ધાતુસ્ત્રાવ-ધાતુક્ષય થાય છે. આ બધું અનિષ્ટ ખોરાકને આભારી છે. આવા તામસી ખોરાક લઈને લોહી, માંસ, ધાતુ ઉશ્કેરાય છે અને તેને નાશ થાય છે. આથી ઘણું પ્રકારનાં દરદો પેદા થાય છે ત્યારે ખાન પાનને સુધારો કરવામાં આવતો નથી, પણ તેના દવાઓ રૂપી ઉપાયો કરવામાં આવે છે. હાલના જમાનામાં ઉપાયો દરદને મટાડવા કરતાં વધારવાના થઈ પડે છે; માટે આવા ઉપાય કરવા કરતાં ખોરાકમાં ફેરફાર કરીને દરદ સુધારવાની જરૂર છે. ખોરાકના ફેરફારથી શરીર સુધરે છે, પૈસાની બરબાદી થતી અટકે છે અને હેરાનગતિમાંથી બચી જવાય છે. તામસી ખોરાકની જરૂર શરીરને હોતી નથી, પણ આપણે હંમેશની ટેવને લઈને આપણી ઈદ્રિય ટેવાઈ જવાથી વારંવાર તે જ્ઞાનતંતુકારા માગણું કરે છે. જ્ઞાનતંતુકારા માગણું થાય છે, એ જ આપણું મગજની નબળાઇનું કારણ છે.
મહાત્મા ગાંધીજીનો દાખલો લેવાની જરૂર છે. તેઓશ્રી તદ્દન સાદજ પદાર્થ લે છે. આ સાદા પદાર્થથી અને સંયમથી તેઓશ્રીએ પિતાનું માનસિક બળ વધાયું છે. તેમને કોઈ પણ તામસી પદાર્થની જરૂર હોતી નથી. જ્યાં સુધી આપણે આવા સાદા ખોરાક ઉપર ન જઈ શકીએ, ત્યાંસુધી ખરૂં સાત્ત્વિક શરીરબળ અને મને બળ મેળવી શક્યા, એમ ગણાય નહિ; ત્યાં સુધી યોગ્ય લાભ મળી શકે પણ નહિ. સાત્વિક ખેરાકથી સાત્તિવક લોહી, માંસ, ધાતુ બંધાઈ સાવિક શરીર અને મન બંધાશે. આવી રીતે સાત્ત્વિક શરીરબળ અને મને બળ બંધાવાથી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat