________________
ચા દેવીના ચેલાઓ! ચતશે કે?
૧૮૧
wwwmn
-
~
કબજીઆત થાય એટલે માથાનો દુ:ખાવો થાય, વળી ચા લેવાય એટલે દસ્ત સાફ આવે અને માથું ઉતરે છે. વળી માદક તત્ત્વ ચામાં મળવાથી દસ્તની કબજીઆત થઈ જાય છે. આમ વારંવારની ટેવને લીધે આંતરડાં નબળાં પડી જાય છે. આવી ટેવ તમાકુ, ચા અને બીડીથી પણ પડી જાય છે. આ વસ્તુઓ લેવાથી ઈરીટેશન થવાથી દસ્ત થાય છે. તેથી કેટલાક ભાઇએ દિશાએ જતાં પહેલાં બીડી તમાકુનો ઉપયોગ કરે છે. ચા, બીડી કે તમાકુના સેવન વગર ઝાડો આવે નહિ એ વ્યસનજ કહેવાય. આ વસ્તુઓને અમલ ઉતરી જાય છે એટલે એજ ચા, બીડી કે તમાકુ લેવી જ પડે છે. ચા, તમાકુ, અફીણ અને દારૂ વ્યસની ચીજો છે. જે ચીજ વગર આપણે ચલાવી શકતા નથી અને મગજના જ્ઞાનતંતુ દ્વારા તેની વારંવાર માગણી થાય છે, એ તેનામાં કેફી તત્ત્વની નિશાની છે. આ કેફી તરવે પોતેજ ઝેર છે. આ ઝેર શરીરને નુકસાન કરે છે. અફીણ લેવાથી શરીરમાં હોંશ આવે છે અને અમલ ઉતરી જાય છે એટલે શરીર, મન શિથિલ બને છે અને જ્યારે ફરીથી અફીણ લેવાય છે ત્યારે શરીરમાં કાંટો આવે છે. તેમ ચા, બીડી, તમાકુ અને દારૂ નુકસાન કરનારાં તત્ત્વ છે. ચાથી ભૂખની શાંતિ થાય છે એમ જણાવવામાં આવે છે પણ જ્યારે ખરેખર ભૂખ લાગી હોય ત્યારે તેના ઉપર પોષણ કરનારા પદાર્થોની જરૂર હોય છે; તેને બદલે ગરમ પાણી પીવાથી પૂરતું પોષણ મળતું નથી અને ઉલટી ભૂખ મંદ પડી જાય છે. ગરમ પાણું હાજરીને-ભૂખને મંદ કરી નાખે છે. વારંવાર ચા લેવાથી આ જાતનું નુકસાન જરૂર થાય છે. ગરમ પાણી, તેમાં આવતું માદક તત્વ, અને વધુ ખાંડના ઉપયોગથી હોજરી બગડી લોહી તથા ધાતુને બગાડે કરે છે. ચા પીવાની ટેવ આપણા દેશની નથી. જ્યાં ચા પીવાય છે ત્યાં ટાઢ ઘણું હોય છે, ત્યાં આ તેમને અનુકૂળ પડતી હશે. કઠણ ખોરાક એટલે બીસ્કીટ કે ભાખરી ઉપર ચા પીવાય છે ત્યાં તે નુકસાન નહિ કરતી હોય. આપણને તો ચા એકલી પીવાની હોય છે અને તેથી ચા જરૂર નુકસાન કરે છે. આગલા જમાનામાં સવારમાં દૂધ કે છાશ સાથે રોટલો કે ભાખરી ખાવામાં આવતાં હતાં, ત્યારે આપણી શારીરિક સ્થિતિ સારી હતી. આ ક્રિયા અત્યારે ભૂલાઈ ગઈ છે અને ચાને ઉપયોગ થયો છે. મોટા માણસે ચા પીએ એટલે તેની સાથે નાનામાં નાનાં કુમળાં બાળકને દૂધ છોડીને ચા પાતાં શીખવે છે. બાળકે ઉપર આપણા સમાજને આધાર છે. તેમને શરૂઆતથી દૂધને બદલે ચાના પ્યાલા પીતાં શીખવી દેવામાં આવે છે અને રાજી થઈએ છીએ કે જુઓ, મારો બચુડો ચા પીએ છે. માતાપિતાએ આથી રાજી થવાનું નથી. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com