________________
૫૮૦
શુભસંગ્રહ-ભાગ ૭ મે ११५-चा देवीना चेलाओ! चेतशो के ?
(લેખક –શ્રી. રવિશંકર જટાશંકર વૈદ્ય) ચા વિષે આ માસિકમાં તેમજ બીજા પત્રમાં અને ભાષણ દ્વારા ઘણું કહેવામાં આવ્યું છે; છતાં પણ તેને છોડવાનું બની શક્યું નથી. આ આપણું મને બળનીજ ખામી છે. હવે તે આપણું ભલાની ખાતર છોડવામાં આવે તો સારું. ચા કેવા પ્રકારે નુકસાન કરી રહી છે તે ફરી એક વાર અત્રે જણાવવામાં આવે છે.
જે દેશમાં ચાના છોડ કાપવામાં કામે લાગતા આપણું હિંદી ભાઈઓને શેકવું પડતું દુઃખ અને તેથી થતો રક્તપાત જાણીને દુઃખ થાય તે ખાતર એવી ચાને છેડવાની જરૂર છે.
આપણા દેશમાં કેટલીક ચા હલકી જાતની આવે છે અને તે આપણું ભાઈએ વાપરે છે. આ ચાને સદંતર છોડી દેવાની જરૂર છે.
મરેલા શબને સડતું અટકાવવા માટે ચાની ઝીણું મૂકીમાં દાબવામાં આવતું હતું. શબમાંથી નીકળતે ગેસ ચામાં દાખલ થતા. વેપારના લોભની ખાતર આ ભૂકી આપણું હિંદમાં મોકલી હતી. આ ચા આપણું ભાઈઓને સારી કડક લાગવા માંડી અને માગણી વધી. હાલ આ જાતની ચા આવે છે કે નહિ તે જાણવામાં નથી.
ચામાં ટેનીન અને થીના નામનાં કેફી તો ભેળવવામાં આવે છે. ચાની કડકતા વધુ વધારવાને માટે કેટલીક હૈટેલોમાં અફીણના પિસ્તના ડેડવા ચાના પાણીમાં ઉકાળવામાં આવે છે, અને તેથીજ એવી હોટેલોની ચા સારી ઉત્તમ ગણાય છે. ઉત્તમ સારી ચા આવતી હશે, પણ ઘણે ભાગે તે ઉપરના મિશ્રણવાળી આવે છે.
ચાથી ફાયદે છે એમ માનવાવાળા ભલે માને, પણ ચાથી આરોગ્યતાની દૃષ્ટિએ તે ઘણું જ નુકસાન છે અને એજ વાત અત્રે સમજાવવાની જરૂર છે. ચા પીનારાઓ જણાવે છે કે, અમને ચા પીવાથી દસ્ત સાફ આવે છે, માથું દુખતું મટી જાય છે, શરીરની બેચેની દૂર થઈ સ્કૂતિ આવે છે, ભૂખની શાંતિ કરે છે વગેરે ફાયદા બતાવે છે. આના ખુલાસામાં જણાવવાનું એ છે કે, ચા પીવાથી એટલે ગરમ પાણી પીવાથી આંતરડાં ઉના પાણીના કારણને લીધે ઢીલાં પડે છે. ચાના થોડા વજનથી આંતરડા ઉપર દબાણ થઈ દસ્તને ખુલાસો થાય છે. આથી એમ સમજવામાં આવે છે કે, ચાથી ઝાડાનો ખુલાસે રહે છે. ચા ઝાડાને ખુલાસો કરતી નથી, પણ ચાનું ઉનું પાણી આંતરડાને ઢીલાં કરી દસ્ત લાવે છે. તેની સાથે ચામાં રહેલ માદક તત્ત્વથી તેનો કબજીઆત કરવાનો સ્વભાવ હેઈ દસ્તની કબજીઆત કરે છે. દસ્તની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com