________________
યુજેનીક સોસાયટી
પS, આપણું દેશહિતનાં અને અન્ય કામ સારી રીતે સાધી શકીશું. આ ફેરફાર ન થાય ત્યાંસુધી આપણે બ્રહ્મચર્ય પાળી શકીશું નહિ. બ્રહ્મચર્ય પાળી ન શકાય ત્યાં સુધી આપણે કેઈ ઉત્તમ કાર્ય કરી શકીશું નહિ. માટે આપણા પિતાના અને દેશહિતની ખાતર હવે તે આપણા વહેવારમાં અને ખાનપાનમાં ફેરફાર કર્યા વગર છૂટકે નથી.
સાત્ત્વિક ખોરાકનો સ્વીકાર કરાય અને તામસી પદાર્થને ત્યાગ કરાય ત્યારેજ ખરૂં મનોબળ મેળવ્યું ગણાય. ખરા મનેબળવાળાએ રસાસ્વાદમાં નહિ લલચાતાં તેને ત્યાગ કરી શકશે. જેએને સ્વાદ વગર ચાલતું નથી અગર નુકસાન કરે તેવા સ્વાદો છોડી શકતા નથી, તેમનું મનોબળ ખરેખર નબળું અને નિર્માલ્યા ગણાય ! નજીવા રસાસ્વાદને જેઓ છોડી શકતા નથી, તેઓ સ્વાદની વારંવાર ઇચ્છા કર્યા કરે છે અને તેને જ સ્વાધીન રહે છે. તેઓનાથી દેશનું કે પોતાનું હિત કયા પ્રકારે થઈ શકશે? સૈનિકોમાંથી ઘણાઓને પિતાનાં વ્યસને-સ્વાદે છોડવા પડ્યા છે. જેલમાં ગયા પછી તેમને સ્વાદો છોડી બેસ્વાદવાળા ખોરાક લેવા પડ્યા છે. આ બધું મહાત્મા ગાંધીજીએ બતાવેલા મનોબળથી તેઓ આ બળ પ્રાપ્ત કરી શક્યા છે. આ બધું એજ સૂચવે છે કે, તમારા આગલી પ્રણાલીવાળા સાત્વિક આહાર, વિહાર અને બ્રહ્મચર્યને પાળીને સાત્વિક શરીરબળ અને મનોબળ મેળવો.
(વૈવકલ્પતરુંના એક અંકમાંથી)
११४-युजेनीक सोसायटी
આ સંસ્થાના ઉદેશે નીચે પ્રમાણે છે–
૧-માનવજાતિના હિતને માટે દરેક શક્ય સાધાન દ્વારા કામ કરવું.
૨-આ સાધનામાં મુખ્ય નીચે પ્રમાણે છે -જાતિસુધારણાના વિજ્ઞાનમાં શોધખોળ કરવી, સભાઓ ભરવી. કોન્ફરન્સ ગોઠવવી નિબંધ વંચાવવા, સભાઓમાં ચર્ચા કરવી અને પેમ્ફલેટો બહાર પાડવાં.
૩–બાળકના જન્મ પ્રમાણને સુવ્યવસ્થિત કરવા યત્ન કરવા. ૪-વીનેરિયલ કલીનીક સ્થાપવા.
મંત્રી, યુજેનીક સોસાઈટી. ૫૫, ગીરગામ રોડ-મુંબઈ નં. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com