________________
સાત્વિક બળ કેવી રીતે મેળવી શકાય? પ૭૭ ખાદી પહેરવાથી શું લાભ થાય છે, તે હવે સમજાવવાની જરૂર રહી નથી. ખાદી પહેરવાથી આર્થિક લાભ તો છે જ. જેણે ખાદી પહેરી તેઓ બીજી પણ ખર્ચાળ ચીજો જરૂર છેડી શકશે. આ લાભ જનતાને છે ન ગણાય. વળી સફેદ વસ્ત્ર સાત્વિકતાનું ચિહન છે. સફેદ વસ્ત્ર ધારણ કરવાથી ઉગ્રતા મટી સાત્વિકપણું પ્રાપ્ત થાય છે. સફેદ ચીજોમાં ઘણે અંશે સાત્ત્વિકતા હોય છે. આ સાત્વિકતાથી શરીર સાત્વિક બને છે અને મનના વિચારો પણ સાત્વિક બને છે. આવું સાત્ત્વિક શરીર અને મન મેળવવા માટે જેમ ખાદી પહેરવાની જરૂર છે, તેમ તેની સાથે સાથે આપણું વહેવારમાં અને ખાનપાનમાં નુકસાન કરનારી ઘણી ચીજો છે, જેને આપણે છોડી દેવાની જરૂર છે. આવી ચીજે આપણા શરીરને ધણીક રીતે નુકસાન કરી રહી છે અને આર્થિક રીતે તો ઘણું જ નુકસાન કરી રહી છે. આવી નુકસાન કરનારી ચીજોનો હવે અટકાવ કર્યા વગર છૂટકો નથી. - પ્રથમ પંક્તિએ આપણું ખાનપાનમાં ફેરફાર કરવાની ખાસ જરૂર છે. આપણા ખાનપાનમાંથીજ ઘણા પ્રકારના દોષો થઇને આપણી પાયમાલી થઈ રહી છે. ખાનપાન વિષે આ માસિક દ્વારા અને પુસ્તક દ્વારા ઘણી વખત લખાઈ ગયું છે, પણ આપણી ધણ વખતની ટેવને લઈને જોઈએ તેવો ફેરફાર થઈ શકતો નથી. આપણે એટલું તો જરૂર સમજીએ છીએ કે, જેવું બી વાવશું તેવાંજ ફળે પાકશે. સંગ તે રંગ લાગશે. તે અનુસાર જે પ્રકારનું ખાનપાન લઇશુ, તેવાજ પ્રકારનું તેમાંથી લોહી, માંસ, ચરબી, વીર્ય, બનશે અને મને બળ બંધાશે. આ વાત સમજાયા છતાં પણ ખોરાકનો ફેરફાર થઈ શકતો નથી, એ પણ આપણુ દૂષિત ખોરાકનું કારણ છે.
જૂના કાળમાં આપણું ઋષિમુનિઓ કેવળ હવા ખાઇને, પાણી પીને અને છેવટ પાન, ફળ, ફૂલ અને કંદને આહાર કરીને શરીર નિભાવતા હતા. અને પોતાનું માનસિક બળ વધારી શકયા હતા. તેઓ જે કાંઈ લેતા તે શરીરના નિર્વાહ માટે લેતા હતા, સ્વાદના શોખની ખાતર લેતા નહોતા. આથીજ તેઓ લાંબુ આયુષ્ય ભોગવી શક્યા હતા. જમાનો ફરતો ગયો, તેમ તેમ આપણા ખોરાકમાં ફેરફાર થવા માંડ. મેજશેખમાં અને મોંના સ્વાદે તીવ્ર રાજસ અને તામસ ચીજોને ઉપયોગ થવા માંડયો. સાથે સાથે સ્વાદમાં વ્યસની ચીજોનો પણ સમાવેશ થયો અને રોજના દિનચર્યાના વર્તનમાં ફેરફાર થયો. આથી આપણા દૈવતરૂ૫ બ્રહ્મચર્યને પણ સારી રીતે નાશ થયો. આ બધાના કારણે આપણી અવનતિ થઈ. આ વાત ઘણા ભાઈઓ જાણતા હશે, છતાં તેમાં સુધારો કરી શકતા નથી, એ આપણુ દુર્ભાગ્યની વાત છે.
આપણા રેજના ખેરાકમાં ઘઉં, બાજર, જુવાર, તુવેર, શુ. ૪૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com